• Gujarati News
  • National
  • જિ. પં.ની 7 સમિતિમાં અધ્યક્ષ પદે મહિલા

જિ. પં.ની 7 સમિતિમાં અધ્યક્ષ પદે મહિલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લા પંચાયતમાં 4 ઓગસ્ટ શનિવારના રોજ વિવિધ 8 સમિતિઓનાં અધ્યક્ષની વરણી કરાઈ હતી. જેમાં 8 સમિતિઓમાંથી 7માં અધ્યક્ષ તરીકે મહિલા ઉમેદવાર ચુંટાયાં હતાં. જ્યારે સિંચાઈ સમિતિમાં કનકસિંહ બારિયાની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતમાં શનિવારે સવારે 11 વાગ્યાથી વિવિધ સમિતિઓની મીટિંગ યોજાઈ હતી. જેમાં અલગ અલગ સમિતિઓના સભ્યોએ મીટિંગ યોજીને જે તે સમિતિઓનાં અક્ષ્યક્ષની નિમણૂક કરી હતી. તમામ 8 સમિતિઓનાં અધ્યક્ષની નિમણૂક થઈ ગયા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા અધ્યક્ષોને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...