તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રક્ષાબંધન પૂર્વે મીઠાઇની દુકાનમાંથી 9 નમૂના લેવાયા

રક્ષાબંધન પૂર્વે મીઠાઇની દુકાનમાંથી 9 નમૂના લેવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રક્ષાબંધનના પર્વ આડે પાંચ દિવસ બાકી રહ્યા હોવાથી પાલિકાના ફુડ વિભાગે શહેરની મિઠાઇ ફરસાણની દુકાનોમાં દરોડા પાડી નવ નમૂના મેળવીને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

શ્રાવણી પર્વની મૌસમ શરૂ થઇ હોવાથી પાલિકાના ફુડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડો.મુકેશ વૈદ્યની સૂચનાથી ફુડ ઇન્સ્પેકટરોની ત્રણ ટીમ બનાવવામાં આવી છે. આ ત્રણેય ટીમોએ મંગળવારે ગોત્રી,માંજલપુર,રાજમહેલ રોડ, ન્યૂ વીઆઇપી રોડ,અલકાપુરી વિસ્તારની મિઠાઇની દુકાનોમાં દરોડા પાડયા હતા. જેમાં, ગોત્રીની દુકાનમાંથી કેસરી પેંડા અને અંજીર બરફી, ન્યૂ વીઆઇપી રોડની દુકાનમાંથી કાજુ અંજીર કસાટા અને કાજુ એપલ,માંજલપુરની દુકાનમાંથી કેસ પેંડા અને કેસરિયા કતરી તેમજ અલકાપુરીની દુકાનમાંથી કેસર પેંડા અને કેસર કતરીના નમૂના લેવાયા હતા.

તેવી જ રીતે, રાજમહેલ રોડની દુકાનમાંથી બટર સ્કોચ બરફી અને કાજુુ અંજીર રોલના સેમ્પલ લેવાયા હતા. વરસાદની સીઝન ચાલી રહી હોવાથી તમામ મિઠાઇ ફરસાણના વેપારીઓને હાઇજેનિક કંડીશન જાળવી રાખવા અને આરોગ્ય પ્રદ મિઠાઇ મળી રહે તે માટે ફુડ વિભાગે તાકિદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...