• Gujarati News
  • National
  • નિવૃત્ત IAS સાથે વિદ્યાર્થીઓ ગામડાંની મુલાકાત લેવા ગયા

નિવૃત્ત IAS સાથે વિદ્યાર્થીઓ ગામડાંની મુલાકાત લેવા ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીકેએસવીઆઇએમ ખાતે ગામડાં અને શહેરની ટોકમાં વિદ્યાર્થીઓ

સિટી રિપોર્ટર | વડોદરા

શહેરના ગોયાગેટ વિસ્તારમાં આવેલી સી.કે.શાહ વિજાપુરવાલા ઇન્સ્ટિયૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે નેશનલ મેનેજમેન્ટ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શનિવારના રોજ નિવૃત આઈ.એ.એસ. અધિકારી કમલ તાઓરીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને સક્ષમ ગામ અને સક્ષમ શહેર પર સમજણ આપવામાં આવી હતી. આ પરિસદ અંતર્ગત કમલ તાઓરીએ વિદ્યાર્થીઓને કયા ગામડાઓમાં વિકાસની વધારે જરૂર છે. અને એવા કયા ગામ છે જ્યાં રહેવાસીઓ દ્વારા અપવાદરૂપ કાર્યો થઈ રહ્યા છે. તે વિષે માર્ગદર્શન આપ્યું હતું. સાથે કમલ તાઓરી દ્વારા વડોદરા નજીકના ગામોની મુલાકત પણ લેવામાં આવી હતી. જેમાં તેમની સાથે કોલેજના મેનેજમેન્ટ સહિત વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

Management Week

કમલ તાઓરી

અન્ય સમાચારો પણ છે...