તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોત્રીના ઘરમાંથી 98 હજારની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા .ગોત્રી મધર્સ સ્કૂલ પાસેના ક્રિષ્ના ડુપ્લેક્ષમાં અલકાબેન અને તેમના પતિ કુલદીપકુમાર ભાણ રહે છે. ગત 19 તારીખે રાત્રે 11-30 વાગે પતિ-પત્ની મકાનના ઉપરના માળે સૂવા ગયાં હતાં. દરમિયાન, વહેલી સવારે કુલદીપકુમાર ભાણ જાગીને નીચે આવતાં નીચેના બેડરૂમનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તસ્કરોએ મકાનમાંથી સોનાની ચેઇન, ચાંદીનો સેટ, તથા 20 હજાર રોકડા સહિત 98 હજારની મતાની ચોરી કરી હોવાનું જણાતાં તેમણે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...