પત્નીએ પતિની બનાવટી સહી કરી એક્ટિવા પોતાના નામે કર્યું

Vadodara - પત્નીએ પતિની બનાવટી સહી કરી એક્ટિવા પોતાના નામે કર્યું

DivyaBhaskar News Network

Sep 11, 2018, 04:15 AM IST
પત્નીએ અલગ રહેતા પતિની બનાવટી સહી કરી એક્ટિવા પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેતા પતિએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ધોરાજીમાં રહેતા ચેતન પોપટલાલ વઘાસિયા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. ગત 9 મે 2007ના રોજ તેનાં લગ્ન મૂળ જૂનાગઢ માધવપુરના અને હાલ સુરત પુણા ગામમાંં રહેતા સુનિલ વિરડીયાની દીકરી ડિમ્પલ સાથે થયાં હતાં. દંપતી વર્ષ 2015માં કારેલીબાગ અમિતનગર પાસે ક્રિષ્ણાવેલી એપાર્ટમેન્ટમાં રહેતું હતું. બંને ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં. ઓગસ્ટ 2017માં પત્ની સાથે મતભેદ થતાં પતિ ધોરાજી જતો રહ્યો હતો જ્યારે પત્ની ડિમ્પલ વડોદરાથી સામાન ભરી 6 સપ્ટેમ્બર 2017ના રોજ સુરત સ્થિત પિયરમાં જતી રહી હતી. તે વડોદરાથી ઘરવખરી સામાન ઉપરાંત બાઇક અને એક્ટિવા પણ લઇ ગઇ હતી. બંને વાહનો પરત મેળવવા માટે પતિએ નોટિસ આપવા છતાં પરત આપ્યાં ન હતાં. ડિમ્પલે પતિ ચેતન,તેનાં માતા-પિતા અને ભાઇ વિરુદ્ધ માર્ચ 2018માં સુરત મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. બીજી બાજુ પતિએ વાહનો અંગે ઓનલાઇન ચેકિંગ કરતાં ડિમ્પલે ખોટી સહીઓ કરી એક્ટિવા પોતાના નામે કરાવ્યું હતું. ચેતને સહી ન કરી હોવા છતાં વડોદરા આરટીઓમાંથી વિગતો મેળવતાં ડિમ્પલે 6 ફેબ્રુઆરી 2018 ના રોજ એક્ટિવા ટ્રાન્સફર કરાવતાં પોલીસ ફરિયાદ થઇ છે.

X
Vadodara - પત્નીએ પતિની બનાવટી સહી કરી એક્ટિવા પોતાના નામે કર્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી