તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara હેલ્થ સેન્ટરને 2 વર્ષ સુધી ગેસ પાઇપલાઇનનું ગ્રહણ

હેલ્થ સેન્ટરને 2 વર્ષ સુધી ગેસ પાઇપલાઇનનું ગ્રહણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીબી સ્ટાર રિપોર્ટર | વડોદરા

ગોરવામાં જૂના શાકમાર્કેટ પાસે અર્બન હેલ્થ સેન્ટરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યા બાદ તેના નીચે ગેઇલની ગેસલાઇન હોવાનું ખુલ્યું હતું. તેને લીધે સેન્ટરની ઇમારતના બાંધકામને બંધ કરવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ ફરીવાર આ અર્બન હેલ્થ સેન્ટરની બાંધકામ કામગીરી શરૂ કરવામાં આવી છે. કારણ કે, આ બાંધકામ કરવા માટેની મંજૂરી ગેઇલે આપી દીધી છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રહેલા લોકોને મફત આરોગ્યસેવાઓ મળી રહે તે માટે અર્બન હેલ્થ સેન્ટર( શહેરી આરોગ્ય કેન્દ્રો) ખોલવામાં આવ્યાં છે. આ હેલ્થ સેન્ટરોના બાંધકામની કામગીરી બેથી ત્રણ વર્ષ અગાઉ કરવામાં આવી હતી. પણ પાઇપલાઇન હોવાથી પ્લીન્થ લેવલથી પણ ઓછું કામ થયા બાદ કામગીરી અટકાવાઇ હતી. દરમિયાન ગેઇલ દ્વારા આ પાઇપલાઇન ખસેડવામાં આવી છે. તેથી હવે આ જગ્યા જોખમી નથી. આ કારણસર બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આગામી મહિનાઓમાં અર્બન હેલ્થ સેન્ટર ધમધમતું થઇ જતાં આ વિસ્તારના જરૂરિયાતમંદ નાગરિકોને અન્યત્ર જવાની જરૂર પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...