• Gujarati News
  • National
  • ભૂકંપ બાદ નેપાળનું હેરિટેજ ફરી ઊભું કરવા આ પ્રોફેસર ગયા હતા

ભૂકંપ બાદ નેપાળનું હેરિટેજ ફરી ઊભું કરવા આ પ્રોફેસર ગયા હતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેં મારો સ્કૂલ અભ્યાસ કેરલા રાજ્યના વૈક્યમ ગામમાં પૂરો કર્યો હતો. ત્યારબાદ કોલેજ અભ્યાસ દેવમાતા કોલેજ કોરવેલિન્ગયાદ કેરળમાં બી.એસ.સી કેમિસ્ટ્રીનો અંતર્ગત પૂર્ણ કર્યો હતો. માસ્ટર ડિગ્રીમાં મને આર્ક્યોલોજીમાં વધુ રસ હોવાથી આર્ક્યોલોજીનો અભ્યાસ મેં મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ મેં મારુ પી.એચ.ડી સીરામીક પેટ્રોગ્રાફી ફિલ્ડમાં 1987માં પૂરું કર્યું હતું. મેં પોસ્ટ ડોક્ટરેટ કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જોન્સ કોલજને પસંદ કરી ત્યાં જ પૂર્ણ કર્યું, ત્યારે મને કોમનવેલ્થ સ્કોલરશિપ મળી હતી, પણ મને એમ.એસ.યુનિવર્સિટીમાં શિક્ષકે તરીકે જોબ મળતા મેં તે સ્કોરલશિપને જતી કરી હતી. સાથે કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કર્યું હતું. ઇન્ડસ વેલી સિવિલાઈઝેશનના ધોલાવીરા, બગસરા, શિખારપુર સાઇટનું એસ્કેવેશન, બુદ્ધિસ્ટ હેરિટેજ ઉપર નેપાળમાં જઈને કામ કર્યું હતું. ટેરાકોરમમાં યુનેસ્કોના પ્રોઇજેક્ટ પર કામ કર્યું, શ્રીલંકામાં અનુરાધાપુરા અને પોલનારુંઆ જેવા વિવિધ એસ્કેવેશનમાં કોઈને કોઈ ભૂમિકામાં કામ કર્યું હતું. ત્યારબાદ મેં જે ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યાં પ્રોફેસર તરીકે કાર્ય કર્યું. તે જ વિભાગમાં મને હેડ બનાવવામાં આવ્યો હતો. ત્યાં સતત સાત વર્ષ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે ફરજ નિભાવી. ત્યારબાદ મને આર્ટ્સ ફેકલ્ટીનો ડીન બનાવવામાં આવ્યો હતો. જેથી મને આજે જે જોઇતું હતું તે બધું જ મળી ગયું છે. તમે જે ફેકલ્ટીમાં અભ્યાસ કર્યો, ત્યાં તમે પ્રોફેસર તરીકે કામ કરો અને તે જ સંકુલના તમને ડીન બનાવાવમાં આવે તેનાથી વિશેષ જીવનમાં મોટી વાત હોઇ હોઇ શકે નહીં.

આર્ટ્સના ડીન ડો. ક્રિષ્નન કેે એ હેરિટેજ એક્સપર્ટ તરીકે યુનેસ્કો સહિત ડાયરેક્ટર આશુતોષ ગોવારીકર સાથે પણ કાર્ય કર્યું
ડો. ક્રિષ્નન કે

જ્યાં ભણ્યો ત્યાં જ ડીન થયો તેનાથી મોટો આનંદ નથી : ડૉ.ક્રિષ્નન કે
ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં પ્રોફેસર તરીકે કામ કર્યું તે અંતર્ગત ઘણાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો મોકો મળ્યો. મારા ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં કામ કરી રહ્યા છે. વિદેશના વિદ્યાર્થીઓ પણ અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યા છે. ફેકલ્ટીના ડીન બન્યા બાદ સૌ પ્રથમ પરીક્ષામાં અને ત્યારબાદ એડમિશન પ્રોસેસમાં ફેરફાર કર્યા. જેને કારણે એડમિશન વધ્યા. વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્રિયેટીવ કાર્યોનું આયોજન કર્યું હતું.

હેરિટેજ મેનેજમેન્ટમાં આર્કિયોલોજિસ્ટ હતા
નેપાળમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો. ત્યારે ત્યાંના હેરિટેજ સ્ટ્રક્ચર કોલાપ્સ થઇ ગયા હતા. નેપાળની ઈકોનોમી ટુરિઝમ ઉપર જ આધાર રાખે છે. તે ટુરિઝમને ફરી જીવંત બનાવવા તે સ્ટ્રક્ચરને ફરી બનાવવામાં આવે તેના માટે એક ટીમ બનાવાઇ હતી તેમાં મે હેરિટેજ મેન્જમેન્ટમાં આર્કિયોલિજ્સ્ટ તરીકે કામ કર્યું હતું.

મોહેંજોદડો ફિલ્મમાં હેરિટેજ એક્સપર્ટ હતા
મોહેંજોદડો બૉલીવુડ ફિલ્મમાં ઇન્ડસવેલી સિવિલાઇઝેન બતાવવામાં આવ્યું છે. તેમાં એન્સીયન્ટ સીટી અને તે સમયનું જીવન દર્શાવવામાં આવ્યું છે. તેના માટે ફિલ્મના ડિરેક્ટર આશુતોષ ગોવારિકરે 7 સભ્યોની ટીમ બનાવી હતી. હું એ ટીમમાં સભ્ય હતો.

અન્ય સમાચારો પણ છે...