નિધિ આપકે નિકટ કાર્યક્રમમાં મોટાભાગની અરજીનો નિકાલ

PF િવભાગનાે અગાઉનાે કાર્યક્રમ સફળ રહ્યો હતો

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 04:15 AM
Vadodara - નિધિ આપકે નિકટ કાર્યક્રમમાં મોટાભાગની અરજીનો નિકાલ
એમ્પ્લોઇઝ પ્રોવિડંટ ફંડ ઓર્ગેનાઇઝેશનની વડોદરા શાખા દ્વારા બીજા મહિને પણ નિધિ આપકે નિકટનો પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.જેમાં 150 લોકો તેમની સમસ્યાઓ લઇને કાર્યક્રમ ખાતે પહોંચ્યા હતા અને અધિકારીઓએ તમામ સમસ્યાઓનું સ્થ‌ળ પર જ નિરાકરણ કર્યું હતું અથવા તો તેમની સમસ્યાને પ્રાથમિકતા આપીને તેના નિરાકરણ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. વધુમાં પી.એફ.ઓફિસના અભય તિવારીએ જણાવ્યું હતું કે અગાઉ પી.એફ ઓફિસ દ્વારા લોકોની સમસ્યા નિવારવા માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હતું.ત્યાર બાદ લોક સમસ્યાઓના મોટાપાયે ઉકેલ લાવવા માટે નિધિ આપકે નિકટ નું આયોજન દર મહિનાની 10મી તારીખે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.ગત મહિને પહેલી વખત યોજવામાં આવેલ કાર્યક્રમને 100 ટકા સફળતા મ‌ળી હતી.સોમવારે યોજાયેલા નિધિ આપકે નિકટ પ્રોગ્રામમાં 150 લોકોએ ભાગ લીધો હતો.

X
Vadodara - નિધિ આપકે નિકટ કાર્યક્રમમાં મોટાભાગની અરજીનો નિકાલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App