• Gujarati News
  • National
  • પાણીપૂરી પર રોક અને ગ્રહણની ટોક સોશિયલ મીડિયા પર ચાલી

પાણીપૂરી પર રોક અને ગ્રહણની ટોક સોશિયલ મીડિયા પર ચાલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદની ઋતુ એકદમ પોતાની મોજમાં હતી. જો કે વરસાદે કેટલાંક દિવસથી અલ્પવિરામ લેતાં તેની સામે રીસ ચઢાવતા લોકોની પોસ્ટે સોશિયલ મીડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વરસાદ વેળા લોકો તેનો આનંદ બહાર ફરીને ચા અને ભજીયા ખાઈને માણી રહ્યા હતા. પણ અતિશય વરસાદના લીધે ઠેર-ઠેર જગ્યાઓ પર ખાડા થઇ ગયા હોવાને કારણે નુકસાનની ખબરો પણ એટલી જ શેર કરી રહ્યા હતા. જો કે ભજીયા અને પાણી ભરાવાની કમ્પ્લેઇન વરસાદ પુરો થતાં લોકો હવે ખાડા અને ભૂવા પડવાની વાતો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. લોકો પોતાની કમ્પ્લેઇન સેવા સદન સુધી પહોંચાડવા પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે.

સ્કૂલોમાં રસીકરણની પ્રક્રિયામાં ભાગ લેવો કે નહીં, અથવા લેવો તો શું ધ્યાન રાખવું, બાળક એકલું રસી લેતાં ગભરાશે કે નહીં તે સહિતની વાતો સોશિયલ મીડિયા પર સ્થાન પ્રાપ્ત કરી ચૂકી હતી.

આ અઠવાડિયું આખું કન્યાઓ માટે ગૌરીવ્રતનું હતું એટલે ભક્તિ ભાવ સાથે સુકામેવા ખાઈને આ અઠવાડિયું વિતાવ્યું. વળી ગુરુપૂર્ણિમાના દિવસે દરેક શિષ્ય પોતાના ગુરુને વંદન અને નમન કરતો જોવા મળ્યો હતો. સંજોગો વસાહત ગુરુપૂર્ણિમાના દિવસે જ આ વર્ષે ખગ્રાસ ચંદ્રગ્રહણની ઘટનાને સૌએ નિહાળી હતી. ગ્રહણને લઈને બધાની માન્યતાઓ અને મહત્વ પાર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઇ હતી. આ ચંદ્રગ્રહણમાં બહાર નીકળવું કે નહીં, ગ્રહણ કોને લાગ્યું તો શું થશે, તેની જ્યોતિષની દ્રષ્ટિએ અને સાયન્સની દ્રષ્ટિએ શું અસરો થશે અને થઇ શકે જેવી ઘણી બાબતે લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. જો કે તેનાથી લોકોને ફાયદો પણ થયો અને કેટલાંક લોકો કનફ્યુઝ પણ થયા.

સરકારે પાણીપૂરીનું વેચાણ થોડા સમય માટે બંધ કરવાનો વિચાર કર્યો હતો. નાગરિકોમાં બીમારીઓના ખૂબ પ્રસંગો જોયા બાદ અને ઋતુને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને કારણે પાણીપુરીના પ્રેમીઓ ઘણા નિરાશ થઈને આ વાતને સોશિયલ મીડિયા પર રજુ કરી હતી. પોલિટિક્સના ઉતાર ચઢાવ દર અઠવાડિયે ચર્ચા મનોરંજનનું માધ્યમ બની રહે છે બધા હવે 2019ની રાહ જોઈ રહ્યા હોય એમ પોસ્ટ પરથી લાગે છે.

પ્રાર્થી શાહ

અન્ય સમાચારો પણ છે...