તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોલીસ પર હુમલો કરનાર 4 શખ્સ હજી ફરાર

પોલીસ પર હુમલો કરનાર 4 શખ્સ હજી ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના મંગલ પાંડે રોડ પર ફોર્ચ્યુન હાઇટ્સ પાસેના ખુલ્લા ખેતરમાં જુગારીઓને પકડવા ગયેલા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરીને ભાગેલા શખ્સ 48 કલાક પછી પણ પકડાયા નથી. પોલીસે માત્ર 2 જુગારીને પકડીને સંતોષ માન્યો છે.

રવિવારે સાંજે સમા પોલીસે મંગલ પાંડે રોડ પર ખુલ્લા ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને 4 જુગારીને પકડ્યા હતા. જો કે પોલીસનો દરોડો પડ્યો હોવાનું જાણીને સમા રણછોડનગરમાં રહેતા સાતથી આઠ શખ્સ સહિત 50 લોકોનું ટોળું અચાનક ધસી આવ્યું હતું અને 4 પોલીસ કર્મીને ગડદાપાટુનો માર મારી હુમલો કર્યો હતો. ટોળું આ જુગારીઓને છોડાવીને ભાગી ગયું હતું. પોલીસે આ મામલે 2 જુગારીની ધરપકડ કરી હતી પણ હુમલો કરનારા અન્ય શખ્સ હજુ પકડાયા ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસે આ સંબંધમાં તપાસને આગળને વધારી છે એમ પોલીસે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...