નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરેે યુવકનું મોત

કરજણ તાલુકામાં આવેલ અરિહંત સોસાયટીમાં રહેતા અનિલભાઈ પાટીલ(ઉં.વ.44) રવિવારે બપોરે નેશનલ હાઇવે નં.8 પર મોટરસાઇકલ લઈને...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 04:15 AM
Vadodara - નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરેે યુવકનું મોત
કરજણ તાલુકામાં આવેલ અરિહંત સોસાયટીમાં રહેતા અનિલભાઈ પાટીલ(ઉં.વ.44) રવિવારે બપોરે નેશનલ હાઇવે નં.8 પર મોટરસાઇકલ લઈને જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ એક ફોર વ્હીલરના ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇક સવાર અનિલભાઈને ગંભીર શારીરિક ઈજાઓ પહોંચી હતી. જ્યાંથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન સોમવારે સવારે તેમનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

X
Vadodara - નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરેે યુવકનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App