તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara અર્બન હેલ્થ સેન્ટરો માત્ર અઢી કલાક કાર્યરત રહે છે

અર્બન હેલ્થ સેન્ટરો માત્ર અઢી કલાક કાર્યરત રહે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

સેવાસદન દ્વારા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં માત્ર સવારે 9:30 થી 12 વાગ્યા સુધી ઓપીડી કાર્યરત હોય છે. સાંજે ઓપીડી ચલાવવા આદેશ થયો હોવા છતાં ઓપીડી બંધ હોય છે.

શહેરમાં સેવાસદન દ્વારા સંચાલિત 34 અર્બન હેલ્થ સેન્ટરો માત્ર અઢી કલાક કાર્યરત રહે છે. સ્વાઇન ફ્લૂ , ડેન્ગ્યુ , ચિકનગુનિયા અને શરદી- ખાંસી સાથે વાઇરલનો વાવર છે. સેવાસદન દ્વારા થતા સરવેમાં જ ઉક્ત રોગના ચોંકાવનારા આંકડા નોંધાયા છે. ત્યારે સાંજની ઓપીડી બંધ કેમ છે તે અંગે સેવાસદનના અધિકારીઓ બેજવાબદારીભર્યા જવાબો આપતા નજરે પડે છે. આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે આ વિષય જૂનો હોવાનું અને માણસોની અછત છે. સીએચસી થશે ત્યારે ચોવીસ કલાક ચાલુ રહેશે તેમ ઉમેર્યું હતું.

બીજી તરફ વકરી રહેલા સ્વાઇન ફ્લૂમાં ગુરુવારે વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં 3વર્ષના બાળકનો સમાવેશ થાય છે. ચિકનગુનિયાનાં 8 અને ડેન્ગ્યુના 8 નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...