અનાજ દળવાની ઘંટી માટે મકાન માલિકની ખોટી સહીઓ કરી વીજ જોડાણ મેળવનાર ભાડવાત વિરુદ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. બંનેની સહીના નમૂના ગાંધીનગર એફએસએલમાં મોકલતાં ભાડવાતે જ સહી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્ષ પાસેની અંકુર સોસાયટીમાં રહેતા સતીષચંદ્ર પરસોત્તમદાસ શાહનું ભાડાનું મકાન બરાનપુરા સરજ નિવાસ શહીદ ચોક સ્થિત પ્રથમ માળે આવેલું છે. મકાનના માલિક વાઘોડિયા રોડ સરસ્વતીનગરમાં રહેતા શના ચીમનલાલ રાણા છે. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર મોહનલાલ અંબાલાલ દલવાડી ભાડેથી રહે છે અને તેઓ અનાજ દળવાની ઘંટી ચલાવે છે.
મોહનલાલે વીજ કંપનીમાંથી મકાન માલિકની પરવાનગી વગર વીજ જોડાણ મેળવ્યું હતું. ગત 6 ફેબ્રુઆરી 2013માં તપાસ કરવા અરજી કરી હતી. તપાસમાં દલવાડીઅે અનાજ દળવાની ઘંટી માટે મકાન માલિકની જાણ બહાર ફોર્મ ભરી તેમની ખોટી સહીઓ કરી વીજ જોડાણ મેળવ્યું હતું. મકાન માલિક શનાભાઇ રાણા અને ભાડવાત મોહનલાલની સહીના નમૂના મેળવી ગાંધીનગર સ્થિત હસ્તાક્ષર નિષ્ણાતને પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. જેનું પરીક્ષણ થઇ અભિપ્રાય આવતાં ભાડવાતે જ સહી કરી હોવાનં બહાર આવ્યું હતું.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો