વધુ દારૂ પીવાનો ઇનકાર કરનાર યુવકને માર માર્યો

ગણપતિની મૂર્તિ લેવા ગયા ત્યારે સાથે જ નાચ્યા : પાઇપ-પથ્થર મારી ઇજા પહોંચાડી

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 04:15 AM
Vadodara - વધુ દારૂ પીવાનો ઇનકાર કરનાર યુવકને માર માર્યો
બાવચાવાડનો યુવક ગણપતિની મૂર્તિ લેવા ગયા બાદ સાથે નાચતો યુવક તેને અજબડી મિલ પાસે દારૂ પીવા લઇ ગયો હતો. યુવકે વધુ દારૂ પીવાનો ઇનકાર કરતાં તેને પાઇપના ફટકા મારી પથ્થર મારી દીધો હતો. ઇજાગ્રસ્ત યુવક બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં ખસેડતાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પાણીગેટ બાવચાવાડના રામગઢ મહોલ્લામાં રહેતો નરેશ રમેશ દેવીપૂજક મજૂરી કામ કરે છે. રવિવારે પાણીગેટના ગણપતિની યાત્રા નીકળી હોઇ તે બાવચાવાડમાં જ રહેતા દિનેશ દલસુખ વસાવા સાથે નાચ્યો હતો. ગણપતિની મૂર્તિ સ્થળ પર આવી ગયા બાદ નરેશ ઘરે જતો હતો. મોડી રાત્રે 1 વાગે બાવચાવાડ રામેશ્વર મંદિર પાસે રહેતો દિનેશ દલસુખ વાઘેલા તેને મળ્યો હતો. દિનેશ તેનો હાથ પકડી અજબડી મિલ બાજુ લઇ જઇ ખુલ્લી જગ્યામાં તેને દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ નરેશે વધુ દારૂ પીવાની ના પાડતાં દિનેશે ઝઘડો કર્યો હતો. તેને પાઇપનો ફટકો મારી નજીકમાં પડેલો પથ્થર છુટ્ટો માર્યો હતો. પથ્થર વાગતાં નરેશ બેભાન થઇ જતાં તેને કોઇ દવાખાને લઇ ગયું હતું. ભાનમાં આવ્યા બાદ નરેશે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં દિનેશ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

X
Vadodara - વધુ દારૂ પીવાનો ઇનકાર કરનાર યુવકને માર માર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App