• Gujarati News
  • National
  • ગેરરીતિ આચરતાં પકડાયેલા 12 છાત્રોનું પરિણામ પેન્ડિંગ

ગેરરીતિ આચરતાં પકડાયેલા 12 છાત્રોનું પરિણામ પેન્ડિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ સેમેસ્ટર-4ની પરીક્ષામાં ગેરરીતી આચરતાં પકડાયેલા 12 વિદ્યાર્થીઓનું પરિણામ રીર્ઝવ રાખવામાં આવ્યા છે.

શહેર-જિલ્લાના 150 પરીક્ષા કેન્દ્રો પર ગત માર્ચ માસે ધો.12 સાયન્સ સેમેસ્ટર-4ની લેવાયેલી પરીક્ષામાં બોર્ડે ગેરરીતી રોકવા માટે દરેક પરીક્ષા કેન્દ્રો અને તેમના વર્ગખંડ પર ટેબ્લેટ-સીસીટીવી કેમેરા મૂક્યાં હતા. જેમાં વડોદરા શહેર-જિલ્લામાંથી 12 વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં ગેરરીતી આચરતાં કેદ થયા હતા. સીસીટીવી-ટેબ્લેટના ફૂટેજની ઉલટ-તપાસ કરતાં 12 વિદ્યાર્થીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. વિદ્યાર્થીઓની કબૂલાત બાદ શહેર ડીઇઓ નવનીત મહેતાએ રિપોર્ટ તૈયાર કરીને બોર્ડને મોકલી આપ્યો હતો. જેના પગલે બોર્ડે 12 વિદ્યાર્થીઓના પરિણામને રીઝર્વમાં મૂકી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વડોદરા શહેર-જિલ્લામાંથી 11 વિદ્યાર્થીઓ સીસીટીવીમાં ગેરીરિતી આચરતાં રંગેહાથ ઝડપાતાં તેમના પરિણામને રીર્ઝવમાં મૂકવામાં આવ્યાં હતા.

}એ-1 ગ્રેડમાં કોન્સ્પેટ સ્કૂલોનો દબદબો

ધોરણ-12સાયન્સનાસેમેસ્ટર-4ના પરિણામમાં ગ્રાન્ટેડ સ્કૂલોની સરખામણીમાં સેલ્ફ ફાઇનાન્સ કોન્સેપ્ટ સ્કૂલોનો દબદબો જોવા મળ્યો હતો. જેમાં શાનેન સ્કૂલ, પાર્થ સ્કૂલ, નારાયણ વિદ્યાલય, બરોડા પબ્લીક સ્કૂલ જેવી સ્કૂલોના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. શહેર-જિલ્લામાં એ-1માં આવેલા 37 વિદ્યાર્થીઓ પૈકી 14 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...