પર્યુષણના છઠ્ઠા દિવસે મહાવીર પ્રભુની જીવનયાત્રાનું પારાયણ

વડોદરા | અકોટા જૈનસંઘ ખાતે પર્યુષણ દરમિયાન આચાર્ય કલ્યાણબોધિસૂરી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, 11 સપ્ટેમ્બરના...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 04:15 AM
Vadodara - પર્યુષણના છઠ્ઠા દિવસે મહાવીર પ્રભુની જીવનયાત્રાનું પારાયણ
વડોદરા | અકોટા જૈનસંઘ ખાતે પર્યુષણ દરમિયાન આચાર્ય કલ્યાણબોધિસૂરી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, 11 સપ્ટેમ્બરના રોજ પર્યુષણ મહાપર્વનો છઠ્ઠો દિવસ છે. સોમવારના રોજ દુનિયાભરમાં મહાવીરસ્વામીનો જન્મ રંગેચંગે ઉજવાયો હતો. જ્યારે મંગળવારથી કલ્પસૂત્રના માધ્યમથી મહાવીર પ્રભુની જન્મથી માંડી કેવળજ્ઞાન સુધીની ‘ જીવનયાત્રા’નું સર્વત્ર પારાયણ થશે. છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી જન્મથી ત્રણ જ્ઞાનના ધણી હતા. બાળ હોવા છતા તેમની શક્તિની સીમા ન હતી. ઈંદ્રની શંકા નિવારવા ડાબા હાથની ટચલી આંગળીથી મેરૂ પર્વતને અળભળાવી નાંખ્યો હતો. તેઓની નિર્ભયતા જોઈ ઈંદ્ર મહારાજે તેમને મહાવીર નામ આપ્યું હતું.

X
Vadodara - પર્યુષણના છઠ્ઠા દિવસે મહાવીર પ્રભુની જીવનયાત્રાનું પારાયણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App