તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોટી કાેરલના સુધાબેન ગુમ થવા પાછળ તાંત્રિકવિધિ?

મોટી કાેરલના સુધાબેન ગુમ થવા પાછળ તાંત્રિકવિધિ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોર તાલુકાના સાધલી, કુકસ, તેરસાની ગૌચરીમાં તાંત્રીક વિધિ થવાના સમાચારો ચમકતા મોટી કોરલના સુધાબેન શાહ છેલ્લા 6 દિવસથી ગુમ થયેલા હોય, તેમના સંબંધીઓ આજરોજ સ્થળ પર આવીને ગૌચરીમાં તપાસ કરતા નાના-મોટા 8થી 10 સ્થળે આવી વિધિઓ કરાતી હોવાના પુરાવા મળેલ છે.

તેરસા ગામની ગૌચરીમાં ત્રણ દાઢીવાળા દ્વારા યુવતિને નગ્ન કરી વિધિ કરાતી એક યુવાને જોઈ પાડતાં તેને મારવા દોડેલા પરંતુ યાુવાન ભાગી ગયો, આ સમાચારો વર્તમાન પત્રોમાં આજે ચમકતાં મોટી કોરલના શાહ સુધાબેન ચંપકલાલ છેલ્લા 7 દિવસથી ગુમ થયાની પાલેજ પોલીસમાં જાણવા જોગ નોંધ કરેલ, તેમના સંબંધીઓ વર્તમાનપત્રમાં સાડીના ફોટા જોતા અને સાડીનો કલર મેચ લાગતા સાધલી આવી પહોંચ્યા હતા. સેગવા મુકામે પોસઈને રૂબરૂ મળી રજૂઆત કરતા પોસઈને વડોદરા જવાનું હોય તેમણી સાથે સ્થળ મુલાકાત માટે એક પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રામ રક્ષક દળના જુવાનને મોકલતા, કુકસ નર્મદા કેનાલની બાજુમાં તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...