• Gujarati News
  • National
  • કોમર્સ ફેકલ્ટીમાં ઉમેદવારના પ્રચારમાં અટકચાળું થતાં ઘર્ષણ

કોમર્સ ફેકલ્ટીમાં ઉમેદવારના પ્રચારમાં અટકચાળું થતાં ઘર્ષણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં શનિવારે બપોરે એન.એસ.યુ.આઇના એફ જી એસના બે ઉમેદવારો કેમ્પેઈનિંગ કરી રહ્યા હતા તે સમયે એકાએક બંને ઉમેદવારોના ટેકેદારો વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર થઇ ગઈ ગયો હતો. જેના કારણે ફેકલ્ટીમાં છુટ્ટા હાથની મારામારીનાં દૃશ્યો સર્જાયાં હતાં. જોકે વિજિલન્સ તેમજ એન.એસ.યુ.આઇ ના જ ઉચ્ચ હોદ્દેદારોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.

ઇલેક્શનની તારીખો જાહેર થઇ ગઈ હોવા છતાં એન.એસ.યુ.આઇ દ્વારા હજુ સુધી પોતાના યુ.જી.એસ, વી.પી અને કોમર્સ ફેકલ્ટી માટે એફ.જી.એસના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ત્યારે કોમર્સ ફેકલ્ટીમાં એફ.જી.એસ તરીકેના ઉમેદવાર તરીકે જય પટેલ શનિવારે કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડીંગ ખાતે કેમ્પેઈનિંગ કરી રહ્યા હતા. તે સમયે પારસ નામના વિઘાર્થીએ ઉમેદવારોના પ્રચારમાં અટકચાળુ કરતાં ટેકેદારો વચ્ચે બોલાચાલી થતા કેમ્પેઈનિંગના સમયે કેમ્પસમાં છુટ્ટા હાથની મારામારીનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ ઉપરાંત તેમને છોડાવવા માટે વચ્ચે પડેલા એન.એસ.યુ.આઇના ઉચ્ચ હોદ્દેદારોને પણ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ ધક્કે ચઢાવ્યા હતા. મારામારીનાં દૃશ્યો જોઈને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પણ ડઘાઈ ગયા હતા. જ્યારે એન.એસ.યુ.આઇના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અને ઉચ્ચ હોદ્દેદારોએ પણ સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ આ વર્ષે એફ.જી.એસ માટે ઉમેદવારીની હોડમાં ઉતરેલ બંને ઉમેદવારોને એન.એસ.યુ.આઇની અંદર પડી ગયેલાં જ બે જૂથો સમર્થન આપી રહ્યાં છે. આ બંને ઉમેદવારો પૈકી એક ઉમેદવાર જવલ્લે જ આખું વર્ષ કેમ્પસમાં દેખાયો હતો, ત્યારે તે ઉમેદવારના જ ટેકેદારોએ મારામારીની ઘટના શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...