બાળકો માટે સમર કેમ્પનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |તા.16મીથી 31મી મે સુધી ગુજરાત નેચર કોન્ઝરવેશન સોસાયટી દ્વારા 10થી 16 વર્ષનાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરાયું છે. સમર કેમ્પમાં બાળકોને પ્રાકૃતિક વિજ્ઞાન અને પર્યાવરણ શિક્ષણની માહિતી આપવામાં ‌‌આવશે. સાથે કેમ્પમાં વિષય આધારીત વિવિધ પ્રવૃતિઓ, સાહસિક રમતો અને એડવેન્ચર પ્રવૃતિ પણ કરાવવામાં આવશે. કેમ્પમાં ટ્રેઝર હંટ અંતર્ગત જંગલમાં દેખાતા વિવિધ પક્ષીઓની શોધ અને ઓળખ જેવી અનોખી ગેમ્સ પણ યોજાશે. કેમ્પમાં પાર્ટિસિપેટ કરવા માટે બાળકોએ ઓનલાઇન નામ નોંધાવવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...