• Gujarati News
  • National
  • રાજયનાવાલીઓએ ફી વધારાના મુદ્દે કોઇ ચોક્કસ પધ્ધતિ અમલમાં લાવવાની

રાજયનાવાલીઓએ ફી વધારાના મુદ્દે કોઇ ચોક્કસ પધ્ધતિ અમલમાં લાવવાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજયનાવાલીઓએ ફી વધારાના મુદ્દે કોઇ ચોક્કસ પધ્ધતિ અમલમાં લાવવાની માગણી કર્યા પછી રાજય સરકારે ગુરુવારે વિધાનસભા ગૃહમાં ફી નક્કી કરતું ‘ધી ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ(રેગ્યુલેશન ઓફ ફીઝ) બીલ-2017’ પસાર કર્યુ હતું. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રજૂ કરાયેલા બિલમાં પ્રાથમિક સ્કૂલોને વધુમાં વધુ રૂ. 15 હજાર, માધ્યમિક સ્કૂલોને રૂ. 25 હજાર અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોને રૂ. 27 હજાર સુધીની ફી લેવાને મંજૂરી અપાઇ છે. સરકાર દ્વારા નિયત કરાયેલી ફી કરતા વધારે ફી વસુલવા માગતી સ્કૂલોએ ફી કમિટી પાસે મંજૂરી લેવાની રહેશે. ફી નિયમન શૈક્ષણિક વર્ષ 2017-18થી લાગુ પડશે.

રાજય સરકાર દ્વારા રજૂ કરાયેલા બિલમાં નિયત કરાયેલી ફી કરતા વધારે ફી લેનાર સ્કૂલોએ ફી કમિટી સમક્ષ આવવાનું રહેશે. આગામી શૈક્ષણિક વર્ષમાં નિયત કરાયેલી ફી કરતા વધુ ફી લેનાર સ્કૂલોએ ફરજીયાત ફી કમિટી સમક્ષ ફી મંજૂરી માટે આવવાનું રહેશે. સ્કૂલો જેટલી ફી વસુલવા માગતી હોય તેટલી ફી તેઓ શા માટે વસુલવા માગે છે તેની ખર્ચ-આવક સહિતના હીસોબા સાથેની યર્થાથતા કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે.

વધુફી લેનાર સ્કૂલોએ ફી સરભર કરવાની રહેશે | આગામીજુન-2017-18ના નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનાર બાળકોના વાલીઓ પાસેથી નિયત કરાયેલી ફી કરતા વધુ ફી લેનાર સ્કૂલોએ બીજા સત્રમાં વધારાની ફી સરભર કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે રાજયમાં 9384 સ્વનિર્ભર પ્રાથમિક, 3831 સ્વનિર્ભર માધ્યમિક, 3032 ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલો છે.

ફીકમિટીમાં સીએ, શિક્ષણશાસ્ત્રી પણ વાલી બાકાત | ફીકમિટી અમદાવાદ, વડોદરા,રાજકોટ, સુરત એમ ચાર ઝોનમાં બનશે. કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત જિલ્લા ન્યાધીશ, નિવૃત અધિક જિલ્લા ન્યાયાધીશ, નિવૃત આઇ.એ.એસ., આઇ.પી.એસ.(એડીજીપી કક્ષાના) રહેશે. અન્ય સભ્યમાં સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળના પ્રતિનિધિ, રાજય સરકાર નિયુકત કરે તે સીએ, સરકાર માન્ય વેલ્યુઅર, સરકાર દ્વારા નિયુકત એક શિક્ષણશાસ્ત્રી રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી કો-ઓર્ડિનેટર તરીકે વહીવટી મદદ પુરી પાડશે.

...અનુસંધાન પાનાં નં.13ઊંચીફી વસુલતા ઘોડીયાઘર, પ્લે ગૃપ, પ્રિ-પ્રાયમરી બાકાત | સૌથીવધારે કમાણીનું સાધન ગણાતા ઘોડીયાઘર, પ્લે ગૃપ, પ્રિ-પ્રાયમરી સ્કૂલને ફી કમિટીની જોગવાઇમાંથી બાકાત રખાઇ છે. પ્રિ-પ્રાયમરી સ્કૂલો કે ઘોડીયાઘરને ફી કમિટીની એકપણ જોગવાઇ લાગુ પડશે નહીં.

સ્કૂલોસામે માન્યતા રદ કરવા સુધીના પગલા | ફીકમિટીના આદેશનું પ્રથમ વખત ઉલ્લંઘન કરનાર સ્કૂલ સામે રૂ. પાંચ લાખ સુધીનો દંડ, બીજી વખત રૂ. પાંચથી દસ લાખ, ત્રીજી વખત કાયદાનો ભંગ કરનારની માન્યતા રદ કરવા સુધીના પગલા ભરવાની જોગવાઇ કરાઇ છે. દંડ ઉપરાંત વિદ્યાર્થી પાસેથી લીધેલી વધારાની ફીની બમણી રકમ પરત કરવાની રહેશે. રકમની ચુકવણી ફી કમિટી દ્વારા કરાયેલા આદેશના 15 દિવસમાં કરવાની રહેશે. છતા સ્કૂલ હુકમના 15 દિવસ સુધીમાં રકમ પરત નહીં કરે તો એક ટકા લેખે દંડ વસુલાશે, આમછતા સ્કૂલ ત્રણ મહિનાની અંદર રકમ વસુલ નહીં કરે તો રકમ જમીન મહેસુલ બાકી લેણાની રકમ તરીકે ગણીને વસુલ કરાશે.ફી નિયમન 2017-18થી લાગુ, વધારે ફી વસૂલનારી સ્કૂલોને કમિટી પાસે જવું પડશે

વિધેયક પસાર : પ્રાથમિક 15 હજાર, માધ્યમિક 25 હજાર, ઉચ્ચતરમાં વધુમાં વધુ 27 હજાર ફી લઈ શકાશે

ખાનગી શાળાઓની ફી નક્કી

અન્ય સમાચારો પણ છે...