• Gujarati News
  • National
  • બીએસ3 વેહિકલ 1 એપ્રિલથી વેચવાના આદેશ બાદ સ્ટોક કિલયર કરવા કવાયત

બીએસ3 વેહિકલ 1 એપ્રિલથી વેચવાના આદેશ બાદ સ્ટોક કિલયર કરવા કવાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂા.22 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળતાં 6 કલાકમાં 1500થી વધુ વાહનો ખરીદાયા

> શુક્રવારેવેચાણની મુદતનો અંતિમ દિવસ હોવાથી ધસારો યથાવત રહેવાની શકયતા

> ગુરુવારેદિવસભર ટુ વ્હીલરના વિવિધ શોરૂમ પર ગ્રાહકોનો ભારે ધસારો રહ્યો

બીએસ 3 વેહિકલ 1 એપ્રિલથી નહિ વેચવાના આદેશ બાદ વિવિધ ઓટો કંપનીઓ દ્વારા પોતાના ગોડાઉનમાં પડી રહેલાં બીએસ 3 કેટેગરીનાં વાહનો વેચવા માટે 12 હજાર થી 22 હજારના જંગી ડિસ્કાઉન્ટ સાથે મૂકી દેતાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. 31મી તારીખ સુધી વાહનોનું રજિસ્ટ્રેશન થઇ શકશે. ત્યારબાદ વાહનોનું રજિસ્ટ્રેશન થઇ શકશે નહિ. જેના પગલે આજે શહેરના મોટા ભાગના શો રૂમોના સંચાલકોએ ભારે ડિસ્કાઉન્ટ સાથે વાહનો વેચાણમાં મૂકી દીધાં હતાં. એક ટુ વ્હીલર સંચાલકે જણાવ્યા મુજબ શહેરમાં હજુ પણ 1000 થી વધારે ટુ વ્હીલર બીએસ 3 કેટગરીનાં હશે જે 31મી તારીખ સુધીમાં વેચવાં શકય નથી. જોકે હાલમાં મળી રહેલા ભારે ડિસ્કાઉન્ટના પગલે લોકો માટે ફાયદાનો સોદો થઇ જવા પામ્યો છે. શહેરના મોટાભાગના તમામ શો રૂમો પર મોડી રાતર સુધી લોકોની ભીડ જોવા મળી હતી.

^ ગુરુવારેે અમે કેશથી વેહિકલ લીધું છે. અમને 13,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું છે .મારી આજે બર્થ ડે છે. મને ડિસ્કાઉન્ટના રૂપમાં મોટી ભેટ મળી છે. > ઉર્વીદેસાઇ, ગ્રાહક

^ અમારા શો રૂમમાં બીએસ 3 મોડેલની 236 જેટલી બાઇકો પડી છે. અમે 13 હજારથી 18 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ગ્રાહકોને આપતા સવારથી ભારે ધસારો રહ્યો છે. > અંકુરગાંધી, વેપારી

ડિસ્કાઉન્ટના રૂપમાં બર્થ ડે ગિફ્ટ

હજી 236 બાઇકનો સ્ટોક છે

RTOની વેબ સાઇટ ક્રેશ થઇ

વાહનોના ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે ડીલરો દ્વારા ધસારો કરાતાં આરટીઓની વેબસાઇટ ક્રેશ થઇ જવા પામી હતી. 31મી માર્ચ પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોવાથી ડીલરો ઓનલાઇન રજિસ્ટ્રેશનની સતત પ્રક્રિયા કરતા હોવાથી વેબસાઇટ ધીમી પડી ગઇ હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેના પગલે રાત્રીના સમયે પણ રજિસ્ટ્રેશનની કામગીરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

ટુ વ્હીલરની ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટની ઓફર જાહેર કરાતા ગુરુવારે દિવસભર વિવિધ શો રૂમ પર ગ્રાહકોની ભીડ જામી હતી.

કેટલાક શો રૂમ સંચાલકોએ અગાઉથી સ્ટોક ક્લિયર કર્યો : બાકી રહેલા ડિસ્કાઉન્ટ આપે છે

અન્ય સમાચારો પણ છે...