શહેરમાં વાદળો હટતા સોમવારે તાપમાનમાં 3.6 ડિગ્રીનાે વધારાે

Vadodara - શહેરમાં વાદળો હટતા સોમવારે તાપમાનમાં 3.6 ડિગ્રીનાે વધારાે

DivyaBhaskar News Network

Sep 11, 2018, 04:15 AM IST
વડોદરા | શહેરના વાતાવરણમાંથી વાદળો હટતા સોમવારના રોજ તાપમાનમાં 3.6 ડિગ્રી વધારા સાથે 33 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મીનીમમ તાપમાન 24.8 ડિગ્રી રહ્યું હતું. રવિવારના રોજ વાદળોના કારણે શહેરનું તાપમાન 29.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સોમવારના રોજ હવામાં ભેજનું પ્રમાણ વહેલી સવારે 78 ટકા અને સમી સાંજે 55 ટકા નોંધાયું હતું. જ્યારે હવાની ઝડપ દક્ષિણ-પશ્ચિમ દિશાથી 11 કિમીની ઝડપે નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે પણ શહેરનું તાપમાન 30 ડિગ્રી સુધી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહમાં શહેરમાં વરસાદી છાટા પડવાની શક્યતા રહેલી છે.

X
Vadodara - શહેરમાં વાદળો હટતા સોમવારે તાપમાનમાં 3.6 ડિગ્રીનાે વધારાે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી