રક્તદાતા દિનની ઉજવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. ઇન્દુબ્લડ બેંક દ્વારા તા.14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે રક્તદાન શિબિરના આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તદઉપરાંત ઇન્દુ બ્લડ બેંકની મોબાઇલ અેપ્લીકેશન લોન્ચ, રક્તદાન વાહિનીનું લોકાર્પણ સહિતના કાર્યક્રમોનું સાથે ‘સજદા સિસ્ટર્સ’ની મ્યુઝિકલ નાઇટ પ્રોગ્રામ યુગ શકિત ગ્રાઉન્ડ, અકોટા ખાતે યોજવામાં આવ્યો હતો. અંગે ડો.વિજય શાહે જણાવ્યું હતું કે દેશમાં સૌ પ્રથમ વખત ઇન્દુ બ્લડ બેંક દ્વારા મોબાઇલ એપ શરૂ કરવામાં આવેલ છે. એપ સ્ટોરમાં ઇન્દુ બ્લડ બેંક ટાઇપ કરી તેને ડાઉનલોડ કરી અને તેના નામ, મોબાઇલ નંબર તથા બ્લડ ગ્રૂપ લખી રજિ.કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...