• Gujarati News
  • National
  • ફતેપુરામાં કોઇએ કચરો બાળતાં લોકોમાં ઉત્તેજના

ફતેપુરામાં કોઇએ કચરો બાળતાં લોકોમાં ઉત્તેજના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકતરફ ફતેપુરા વિસ્તારમાં દબાણ તોડવાની કામગીરી કરાઇ રહી છે, ત્યારે બુધવારે બપોરના અરસામાં ફતેપુરા મેઇન રોડ પર ખુલ્લા પ્લોટમાં કચરો સળગતાં લોકોમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. ફાયર બ્રિગેડ, પોલીસ સહિતનો તંત્રનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી.

ફતેપુરા વિસ્તારમાં અગાઉ અડાણિયાપુલ ઠેકરનાથ વિસ્તારમાં દબાણ તોડવાની કામગીરી કરાઇ હતી, જ્યારે છેલ્લા થોડા દિવસથી ફતેપુરા ચાર રસ્તાથી જૂના આરટીઓ સુધીના રસ્તા પર દબાણ તોડવાની કામગીરી કરાઇ રહી છે. દરમિયાન બુધવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ફતેપુરા મેઇન રોડ પર કચરો સળગ્યો હોવાનો સંદેશો મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી હતી. આગને બુઝાવી દીધી હતી. આગના સંદેશાના પગલે પોલીસ અને એમજીવીસીએલની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. જો કે કચરો સળગ્યો હોવાનું જણાતાં સહુએ હાશકારો લીધો હતો.

પાણીનો મારો ચલાવી આગ બુઝાવાઈ

અન્ય સમાચારો પણ છે...