તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સુરતની લાજપોર જેલના 16 કેદીના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતની લાજપોર જેલના 16 કેદીના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતનીલાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓ પૈકીના 16 પેઇન્ટર કેદીઓના પેન્ટીંગ્સનું આવતા મહિને એક્ઝિબિશન કમ સેલનું આયોજન જેલ તંત્રએ કર્યું છે. કેદીઓના પેન્ટીંગ્સનું પ્રકારનું આટલા મોટા પાયે પ્રથમ વખત સુરતમાં આયોજન કરાયું છે.ગુજરાતમાં પહેલા વડોદરામાં આયોજન થયું હતું જે નાના પાયે હતું.

સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં 16 કેદીઓએ એક મહિનાની અંદર 100થી વધુ એક એકથી ચઢિયાતા પેન્ટીંગ્સ બનાવી નાખ્યા હતા. આગસ્ટ મહિનામાં જાહેર રજાના દિવસે અને શહેરના તમામ લોકો સહેલાઇથી પહોંચી શકે એવા સ્થળની પસંદગી કરવામાં આવશે. હાલ તમામ પેન્ટીંગ્સ ફ્રેમિંગમાં ગઇ છે.આ પેન્ટીંગ્સ વેચાણથી જે રકમ ભેગી થશે તે પૈકી અડધી રકમ કેદીને મળશે અને અકધી રકમ કેદી વેલ્ફેર ફંડમાં જમા થશે. એક્ઝિબિશનના કારણે કેદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં આટલા મોટા પાયે કેદીઓના પેન્ટીંગ્સનું પહેલી વખત એક્ઝિબિશન કમ સેલનું આયોજન છે. કેદીઓના પેન્ટીંગ્સનું એક કેટલોક બનાવવામાં આવ્યું છે. કેટલોક થ્રીડી કેટલોક છે.

આવક પૈકી અડધી રકમ કેદીને મળશે અને અડધી કેદી વેલ્ફેર ફન્ડમાં જશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો