તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ‘હું ડૂબકી મારું, તું ફોટો ક્લિક કર’ કહેતા પગ લપસ્યો: યવાનનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘હું ડૂબકી મારું, તું ફોટો ક્લિક કર’ કહેતા પગ લપસ્યો: યવાનનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલીતાલુકાના લાંછનપુરા ગામે જંબુસરનો મિત્રો સાથે નાહવા આવેલ યુવક ડુબી જતા શોધખોળ કર્યા બાદ મળતા પોલીસે તરવૈયાઓની મદદથી આજરોજ મૃતદેહ શોધી પીએમ કરાવી પરિવારજનોને કબજો સોંપી દીધો છે.

સાવલીના લાંછનપુરા ગામે જંબુસરથી બાઈક પર ત્રણ મિત્રો વડોદરા પિકચર જોઈને મહિસાગરમાં નાહવા આવ્યા હતા. મૃતક સરફરાજ હલદરવા મિત્ર શૈફુલ્લાહના મોબાઈલ પર ફોટો ખેંચતી વખતે પગ લપસતા ડુબી ગયો હતો.

ડુબતાને બચાવવા જતા સૈફુલ્લાહ ડુબવા માંડયો હતો. બુમાબુમના પગલે સ્થાનિકોએ બચાવી લીધો હતો. જંબુસર રોડ પર માસરમાં આવેલ કંપની નોકરી કરતી મુળ બોમ્બે મહિલા મિત્ર સાથે નાહવા આવેલા સરફરાજ મહમદભાઈ હલદરવા રહે.

જંબુસરનો મૃતદેહ ગઈકાલે ફાયર બ્રિગેડના જવાનો શોધી શકતા અંધારૂ થઈ જતા કામગીરી અટકાવી દેતા ઉપરવાસનું પાણી આવતા મૃતદેહ જડતા આજે સવારે સ્થાનિકોની મદદથી ત્રણથી ચાર કલાક બાદ મૃતદેહ શોધી કાઢયો હતો. સાવલી પોલીસે સૈફુલ્લાહ ઉસ્માન પઠાણની જાહેરાતના પગલે અકસ્માત મોત રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે.

ગારમેન્ટ કંપનીમાં નોકરી કરતો હતો યુવક

વડોદરાજિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં પગ લપસી જતાં ડૂબી જનાર યુવાન સરફરાજ હલદરવા જંબુસર-માલસર રોડ પર આવેલી ગારમેન્ટ કંપનીમાં નોકરી કરતો હતો.

સરફરાજ

લાંછનપુરામાં ડૂબેલા યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો