તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માટીની મહેક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રિકેટનીદુનિયામાં પિચ (વિકેટ) મહત્ત્વનું પાસંુ છે. પિચના આધારે ક્રિકેટરો પોતાની આગવી અદામાં રમત રમે છે અને પીચને પારખી જનારા ક્રિકેટરો વિશ્વ વિક્રમ કરવામાં મોખરે રહે છે. દેશમાં બનાવાયેલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવી અનેક ઉત્કૃષ્ટ રમત દાખવીને વિશ્વના ખેલાડીઓએ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આવા અનેક રેકોર્ડની દેશભરની પીચ સાક્ષી બની છે. તે પીચ નવસારી (અજરાઈ-પાથરી)ની માટીથી બનાવાયેલી છે. બાબત નવાઈ પમાડે તેવી છે પરંતુ તે હકીકત છે.દેશમાં જાણીતા મુંબઈના વાનખેડે, દિલ્હીના ફિરોઝશા કોટલાથી લઈ ઘણાં મોટા મેદાનો પર બનાવાયેલી પીચ (વિકેટ)માં નવસારી (અજરાઈ-પાથરી)ની માટીનો ઉપયોગ થયો છે. ગણદેવી તાલુકાના અજરાઈ-પાથરી ગામના એક વિસ્તારમાં આવી પીચલાયક માટી આવેલી છે.

જેને રેડ સોઈલ અથવા લાલ માટી તરીકે ઓળખવામાં આવે છે. માટી પીચ બનાવવા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે અને તેની ગુણવત્તાના આધારે દેશભરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર બનાવાયેલી પીચ પર નવસારીની માટીનો ઉપયોગ કરાયો છે. હાલ લાલ માટીનો વિસ્તાર ખાનગી માલિકી હસ્તગત છે.

પિચનું બાઈન્ડિંગ મજબૂત બને છે

^નવસારી સહિત દેશમાં મહત્ત્વના તમામ ગ્રાઉન્ડ ઉપર બનાવાયેલી પિચમાં પણ નવસારીની લાલ માટીનો ઉપયોગ થયો છે. લાલ માટીમાં ચીકાશ હોવાથી રમત દરમિયાન તેમાંથી ધુળ ઉડતી નથી. > પ્રવિણભાઈપટેલ, બીલીમોરા,પીચ ક્યુરેટર, બરોડા ક્રિકેટ એસો.

3 ઈંચનુંમાટીનું લેયર સૌથી ઉપર બનાવાય છે.

2 ઈંચનુંઝીણી રેતીનું લેયર પાથરાય છે.

3

4

રેડ સોઇલ તરીકે વિખ્યાત માટીથી ક્રિકેટ પિચ મજબૂત બને છે

મેચની જરૂરિયાતના આધારે પાણીનો છંટકાવ કરી સવાર તથા સાંજના નિર્ધારિત સમયે રોલિંગ કરાય છે. ક્ષાર રહિત પાણીનો પીચ પર છંટકાવ કરાય છે. ઉપરાંત માટીના સ્તરમાં બરમુડા ઘાસ રોપાય છે, જે પિચની માટીને જકડી રાખે છે.

દેશભરની ક્રિકેટ પિચ બનાવવામાં વપરાય છે નવસારીની માટી

4 ઈંચજેટલા રેતીના કાંકરા (ગ્રાવલ) નાંખી

2

1

9 ઈંચજેટલું ખોદકામ થાય છે.

પિચ કેવી રીતે બનાવાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો