તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BCAમાં ફીનું ધોરણ શું ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
~50 ખર્ચ કરી મેમ્બર બનો અને ~110 કરોડનાે વહીવટ કરો, BCAની બલિહારી

BCAની AGMમાં ભાસ્કર છવાયું

લોઢા કમિટિના લીધે બીસીઅેને ~40 કરોડનું નુકસાન થશે

વય મર્યાદાની કોને અસર?

કોણ બે ટર્મ રહી શકશે?

BCAમાં હવે નવા ખેલાડી મેદાનમાં આવશેે, જૂનાએ ઘરભેગાં થવું પડશે

લોઢા કમિટિની ભલામણોના કારણે ‌BCAના જૂના જોગીઓને ફટકો પડશે

પ્રમુખના વિવાદમાં રિવાઈવલ જૂથે બે કોર્ટમાં કેવિયટ કરી

બીસીએમાંસત્તાનાં સૂત્રો હસ્તગત કરવા માટે અત્યંત નિમ્નકક્ષાનું રાજકારણ ખેલાયાને હજુ માંડ 24 કલાક થયા છે.ત્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા કમિટિની ભલામણોનો મોટો હિસ્સો સ્વીકારવામાં આવતાં બીસીએના રાજકારણને મોટો ફટકો પડ્યો છે.બીસીએમાં રિવાઇવલ ગ્રૂપે યેનકેન પ્રકારે સત્તા કબજે તો કરી લીધી પરંતુ હવે સત્તાના લાડુ તેઓ જમી શકે એવી સ્થિતિ રહી નથી. પરંતુ હવે લોઢા કમિટિની ભલામણ મુજબ ગુજરાતનાં ત્રણે એસોસિયેશને બીસીસીઆઇમાં રોટેશન પ્રમાણે વોટિંગ માટે જવાનું અને માત્ર એક વોટ હોવાથી હવે ત્રણ વર્ષે માત્ર એકવાર વોટ આપવાની તક મળશે. જેથી ઘરઆંગણેે હવે રોટેશન પ્રમાણે ગુજરાતનાં ત્રણ એસોસિયેશને વોટિંગ કરવાનું હોવાથી બીસીએને ત્રણ વર્ષમાં માત્ર એકવાર બીસીસીઆઇમાં જવાની તક મળશે. જેથી હવે બીસીએમાં વોટિંગ માટે કોણ જશે મુદ્દે પણ રાજકારણ ખેલાશે. દર ત્રણ વર્ષે એકવાર તક મળતી હોવાથી દરેક સમયે નવા ખેલાડી મેદાને આવશે. હવે ઘરડાઓએ ગાડાં ખેંચવાં નહીં પડે. કારણકે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજુ કરવાની તક ફકત બીસીએને અપાઇ હતી. બીસીએ તરફથી સ્નેહલ પરીખ વકીલ કપિલ િસબ્બલ પાસે ગયા હતા. અને કુલ 6 િહયરીંગમાં રજૂઆત કરાઇ હતી. જે સુપ્રીમે મંજૂર રાખી હતી.

BCAની એજીએમમાં દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કરેલાં અહેવાલો અંગેની પુસ્તિકા હોદ્દેેદારોેએ રજૂ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. દિવ્ય ભાસ્કર અખબારે સતત સચોટ, તટસ્થ અને ખોજી ખબર પ્રસિદ્ધ કરી હતી, અહેવાલોની એક પુસ્તિકા બીસીએના કોઈક જૂથે બનાવી હતી.

લોઢાકમીટીએ કરેલી મોટાભાગની ભલામણોને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લેતાં બીસીએને આશરે રુ.40 કરોડું નુકશાન થશે. બીસીએના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ બીસીએને વરસે રુ. 20 કરોડની રકમ મળે છે.

1. ડૉ.જિતેન્દ્ર પટેલ 2.ચિરાયુઅમીન (તેઓડિસેમ્બર માસમાં 70 વર્ષ પૂરાં કરશે.) 3.સંગ્રામસિંહગાયકવાડ (હજુમાંડ BCAના રાજકારણમાં પરોક્ષ રીતે જોડાયા છે ત્યાં લોઢા કમિટિની ભલમણો તેમને ઘરે બેસાડી દેશે.)

1. ચિરાયુઅમીન 2.સમરજિતસિંહગાયકવાડ

3.સંજયપટેલ 4.રાકેશપરીખ 5.કિરણમોરે

ચાર દિનકી ચાંદની...પોપ માત્ર માસ પ્રમુખ રહેશે

બીસીએમાં હાલ બેલેન્સ રૂ. 110 કરોડ છે. હવે પરિસ્થિતિ એવી છે અને બીસીએના નિયમો પણ એવા છે કે જો કોઇએ બીસીએનું સભ્ય બનવું હોય તો સામાન્ય સભ્ય માટે ફી છે માત્ર રૂ. 50, જેનો અર્થ થયો કે બીસીએમાં ફક્ત રૂ. 50 ખર્ચ કરો અને રૂ. 110 કરોડની માતબર રકમનો વહીવટ હસ્તગત કરી લો. જેના પરથી સમજી શકશો કે બીસીએમાં સત્તા મેળવવા માટે કોમ અત્યંત નિમ્ન સ્તરનું રાજકારણ ખેલાય છે. બીસીએમાં એકવાર સત્તા પર આવી ગયો તો પછી તમે રૂ.110 કરોડના વહીવટદારતો થઇ ગયા. તે સાથેે અનેક પ્રકારના ફાયદાઓ પણ મળી શકે છે. કામના બહાને ભ્રષ્ટાચાર કરવો હોય કે ઉચ્ચ કામગીરી કરવી હોય તો પણ તક મળી શકે છે.

નવો ચીલો| ચૂંટણી લડનારા માત્ર બે ટર્મ રહી શકશે જ્યારે 70 વર્ષથી વધુ ઉંમરવા‌ળા ઘરભેગા થશે

રોયલ જૂથ કાનૂની પાસાં તપાસવામાં વ્યસ્ત

ડો.જીતેન્દ્ર પોપને પ્રમુખપદે બેસાડયા હતા

નવા મેમ્બર માટે ~2000 હતા તે વધારીને ~5000 કરાયા છે.

વા.પેટ્રોન માટે

~15000

લાઇફ પેટ્રોન માટે

~25000

સામાન્ય સભ્ય માટે

~50

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો