તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હાલોલ ટોલ પાસે ગાડી રોકવાનો પ્રયાસ કરનાર કર્મચારીને ઢસડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ ટોલ પાસે ગાડી રોકવાનો પ્રયાસ કરનાર કર્મચારીને ઢસડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાથીકાર લઇને આવતા કારચાલકને હાલોલ ટોલપ્લાઝા પાસે ચેકિંગ માટે ગાડી રોકવાનો પ્રયાસ કરનાર કર્મચારીને અડધો કિ.મી.ઢસડી જતાં કર્મચારીઓ પાછળ દોડ્યા હતા. કર્મચારીઓએ ગાડી રોકી ગાડીના કાચ તોડી ચાલકને મેથી પાક આપતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

વડોદરાથી માતાને કારને બેસાડીને કાર ચાલકને ટોલનાકાના કર્મચારીએ ગાડી રોકવાને ઇશારો કર્યો હતો. પરંતુ ગાડી ઊભી રાખતાં કર્મચારી આગળના માગે બોનેટ પર પકડીને લટકી જતાં તેને છેક સીએનજી પંપ સુધી લઈ ગયો હતો. ટોલનાકાના કર્મચારીઓ પીછો કરી કાર ચાલકને માર મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ટોલનાકાના કર્મચારીએ અને કાર ચાલકે સામસામે ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી હતી. દરમ્યાન મધ્યસ્થીઓએ સમાધાન કરાવી પોલીસ ફરિયાદ નહી કરવા સમજાવતાં મામલો પોલીસ મથકમાં શાંત થઇ ગયો હતો.

એક કિ.મી. સુધી ઢસડતાં મને ઈજા થઇ

^અમો ટોલ રોડ પર ચેકિંગમાં ઉભા હતા. વખતેકારને ઉભી રાખવવાની કોશિષ કરતા કાર ચાલકે કાર મારી ઉપર મારતા મારો જીવ બચાવ્યો. મે કારનું બોઇનેટ પકડી લેતા તે એક કિ.મી.સુધી ઘસડી ગયો હતો.> હીંમાશુંપરમાર, ટોલકર્મચારી

મને ગડદાપાટુનો માર માર્યો હતો

^હું મારી મમ્મીને વડોદરાથી સારવાર કરાવી હાલોલ પરત આવી રહ્યો હતો. ત્યારે સર્વિસ રોડ પર ચારથીપાંચ જેટલા કંપનીના કર્મચારીઓએ મારા ઉપર હુમલો કરી મારી ગાડીના કાચ તોડી મને ગડદાપાટુનો માર માર્યો હતો. > જૈનીશત્રિવેદી, કારચાલક

કારચાલકને ટોલપ્લાઝા પાસે રોકતાં તેણે કાર નહી રોકતાં ટોલનનાકાનો કર્મચારી બોનેટ પર ટિંગાઈ ગયેલો CCTVમાં કેદ થયો હતો.

અડધો કિ.મી. સુધી ઢસડી જતાં દોડાદોડીના દૃશ્યો સર્જાયાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો