તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મંત્રી બ્યુરોક્રેટ્સ અને 70 વર્ષથી વધુનાં માટે BCCIમાં હોદ્દો નહીં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંત્રી-બ્યુરોક્રેટ્સ અને 70 વર્ષથી વધુનાં માટે BCCIમાં હોદ્દો નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમકોર્ટેબીસીસીઆઈમાં ધરખમ ફેરફારો કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ લોધા સમિતિની મોટા ભાગની ભલામણો સ્વીકારી લીધી છે. ભલામણોનો અમલ કરવા માટે બીસીસીઆઈને મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તેની દેખરેખ રાખવાની જવાબદારી જસ્ટિસ લોધાને સોંપવામાં આવી છે. ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુર અને જસ્ટિસ ઇબ્રાહિમ કલિફુલ્લાએ સોમવારે ચુકાદો આપ્યો હતો. ...અનુસંધાન પાનાં નં.11





જાન્યુઆરી 2015માં સુપ્રીમકોર્ટે જસ્ટિસ લોધાના વડપણ હેઠળ એક સમિતિ બનાવી હતી. સમિતિને બીસીસીઆઈની ગતિવિધિઓની સમીક્ષા કરવા અને બોર્ડમાં જરૂરી સુધારા અંગેનો અહેવાલ તૈયાર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ વર્ષે 4 જાન્યુઆરીએ સમિતિએ પોતાની ભલામણો રજૂ કરી હતી. સુપ્રીમે ભલામણો લાગુ પાડવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરી હતી. જોકે, બીસીસીઆઈએ મોટા ભાગની ભલામણોને બિનવ્યવહારુ ગણાવી હતી અને અદાલતમાં અપીલ કરી હતી.







પ્રધાનો અને બ્યુરોક્રેટ્સ હોદ્દો નહીં સંભાળી શકે

બીસીસીઆઈના હોદ્દાઓ ઉપરથી પ્રધાનો અને બ્યુરોક્રેટ્સે હટવું પડશે. રાજ્યના એસોસિયેશનમાં હોદ્દો ધરાવનાર બીસીસીઆઈમાં હોદ્દો નહીં મેળવી શકે. તેવામાં અનુરાગ ઠાકુર (હરિયાણા), અમિતાભ ચૌધરી (ઝારખંડ) વગેરે રાજ્યોનાં એસોસિયેશનના હોદ્દાઓ તેમણે છોડવા પડશે.

ઉંમર મર્યાદા 70 વર્ષ

હોદ્દેદારોની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. 70 વર્ષથી વધુ ઉંમરના લોકો હોદ્દેદારો નહીં બની શકે. શરદ પવાર (75), એન. શ્રીનિવાસન (71), નિરંજન શાહ, એમ. પી. પાન્ડોચ, આઈ. એસ. બિન્દ્રા વગેરે જેવા લોકોની કારકિર્દી સમાપ્ત.

સતત બે કાર્યકાળ નહીં

બીસીસીઆઈમાં કોઈ હોદ્દેદારને સતત બે કાર્યકાળ નહીં મળે. એટલે કે અનુરાગ ઠાકુરનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ સળંગ બીજી વખત અધ્યક્ષ નહીં બની શકે.

ફેરફારો પણ થશે

- બીસીસીઆઈની ગવર્નિંગ કાઉન્સિલમાં કેગના સભ્યને સામેલ કરવા પડશે

- પ્લેયર્સ એસોસિયેશન બનાવવામાં આવશે. એસોસિયેશનને ફંડ પણ આપવામાં આવશે. જોકે, ફંડની મર્યાદા નક્કી કરવાનો નિર્ણય બીસીસીઆઈ લેશે.

આરટીઆઈ અને સટ્ટા અંગે સંસદ નિર્ણય લેશે

સુપ્રીમકોર્ટે બીસીસીઆઈને આરટીઆઈ અંતર્ગત લાવવાનો નિર્ણય સંસદ ઉપર છોડી દીધો છે. ઉપરાંત ક્રિકેટમાં સટ્ટાને કાયદેસર બનાવવા અંગેનો નિર્ણય લેવાનું પણ સંસદ ઉપર છોડવામાં આવ્યું છે.

બોર્ડ નિર્ણય કરે

કોર્ટે પ્રસારણ અધિકારો અંગે હાલના કરારમાં કોઈ ફેરફાર અને ફ્રેન્ચાઇઝી સભ્યોને બોર્ડમાં સામેલ કરવા તેમજ તેના થકી થતાં હિતોમાં ટકરાવ અંગેનો કોઈ પણ નિર્ણય બોર્ડ ઉપર છોડ્યો છે.



કોમેન્ટ્સ

{ક્રિકેટ બોર્ડ ચુકાદાને સંપૂર્ણ માન આપે છે, અને નિયમો લાગુ પાડવામાં આવશે. - કે. કે. વેણુગોપાલ, બીસીસીઆઈ

{ખા ચુકાદાનો ગહન અભ્યાસ કરીને પછી અંગે પ્રતિભાવ આપીશ. - અનુરાગ ઠાકુર, બીસીસીઆઈ અધ્યક્ષ

{બોર્ડ ચુકાદાને આવકારે છે. આગામી બેઠકમાં નિયમો લાગુ પાડવા અંગે ચર્ચા કરવામાં આવશે. - રાજીવ શુક્લા, આઈપીએલ અધ્યક્ષ

{આ ભારતીય ક્રિકેટ અને ભારતીય રમતજગત માટે મોટો દિવસ છે. ભારતીય ક્રિકેટ પ્રશંસકો નિર્ણયથી ખુશ થશે. - જસ્ટિસ આર. એમ. લોધા

‌BCCI મહિનામાં લોધા સમિતિની ભલામણો લાગુ કરે : સુપ્રીમ

એક રાજ્ય એક વોટ

મહારાષ્ટ્રઅને ગુજરાતમાં ત્રણ- ત્રણ ક્રિકેટ એસોસિયેશન છે. બીસીસીઆઈની ચૂંટણીમાં હવે આમાંથી એક-એક એસોસિયેશન પાસે મત આપવાનો અધિકાર રહેશે. એસોસિયેશનોને રોટેશનના આધારે (વારાફરતી) મતાધિકાર મળશે. રેલવે અને લશ્કરના પણ ક્રિકેટ એસોસિયેશન છે પરંતુ તેઓ રાજ્યો નથી તેમને મતાધિકાર નહીં મળે. બિહાર, તેલંગાણા, છત્તીસગઢ જેવા રાજ્યોનાં એસોસિયેશનને મતાધિકાર મળશે.

મુખ્ય ફેરફારો થશે

ગુજરાતને નુકસાન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો