તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સરકારે 3 ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પ્રમુખની નિમણૂક કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારે 3 ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પ્રમુખની નિમણૂક કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર ગ્રાહક બાબતોમાં ખૂબ ઉદાસીનતા દાખવી રહી છે. આજે પણ અમદાવાદ જિલ્લાના બે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સહિત રાજ્યના 6 જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પ્રમુખ નથી. સ્થિતિમાં રોજબરોજ ગ્રાહકોના કેસોમાં તારીખ પર તારીખ મળી રહી હોવાનું ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું છે. રાજ્ય સરકારે આજે 3 જિલ્લામાં પ્રમુખની નિમણૂક કરી છે.

રાજ્ય સરકારે આજે ભાવનગર ગ્રાહક ફોરમમાં સી.આર. ઠક્કર, ખેડા-નડીયાદ ગ્રાહક ફોરમમાં ડી.આર. રામી, ભરૂચ ગ્રાહક ફોરમમાં એસ.એન. વકીલ અને સુરત એડિશનલ ગ્રાહક ફોરમમાં એસ.જે.શેઠની નિમણૂક કરવામાં આવી છે.જોકે આજે પણ રાજ્યમાં મહત્વની કહી શકાય તેવી શહેર જિલ્લા પ્રમુખોની જગ્યાઓ ખાલી છે. જેમાં અમદાવાદ શહેર, અમદાવાદ એડિશનલ, અમદાવાદ ગ્રામ્ય, રાજ્કોટ એડિશનલ, સુરેન્દ્રનગર અને પંચમહાલ જિલ્લા ગ્રાહક ફોરમનો સમાવેશ થાય છે. રાજ્યમાં ગ્રાહકોની ફરિયાદો સત્વરે નિકાલ થાય તે માટે બેઠકો યોગ્ય વ્યક્તિને પદભાર સોંપવાની માગણી કરવામાં આવી છે.

રાજ્યમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં 16234 જેટલી ફરિયાદો પેન્ડિંગ છે. જેમાં વડોદરાની એડિશનલ ફોરમમાં 2233, સુરતમાંં 1238, વડોદરામાં 2110, આણંદમાં 3458, અમદાવાદ શહેરમાં 605, અમદાવાદ ગ્રામ્યમાં 344 જેટલી ફરિયાદો આજે પણ પડતર છે. તેની સામે નિકાલની સંખ્યા ઘણી ધીમી છે.

આજે પણ જિલ્લામાં પ્રમુખ વિના ફોરમ ચાલે છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો