Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યૂટીલિટી ન્યૂઝ
અમદાવાદ |પાસપોર્ટ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા અને દિવ ખાતે પાસપોર્ટ મેળાનું આયોજન કરાયું છે. જેમાં 23 જુલાઈના રોજ અમદાવાદના મીઠાખળી ખાતે મેળો યોજાશે. જેમાં 950 અપોઈમેન્ટ અપાશે. મેળા માટે 18મીએ બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન અપોઈમેન્ટ અપાશે. જ્યારે વડોદરા ખાતેના પાસપોર્ટ કેન્દ્રમાં 26 જુલાઈના રોજ મેળાનું આયોજન કરાયું આવ્યું છે. જેમાં 750 અપોઈમેન્ટ અપાશે. દિવમાં 23 અને 24 જુલાઈના રોજ પાસપોર્ટ મેળાનું આયોજન રાખવામાં આવ્યું છે. દિવની સર્વોત્તમ ગલ્સ હાઈસ્કૂલમાં મેળો યોજાશે, મેળા માટે પાસપોર્ટ કેન્દ્ર 350 અપોઈમેન્ટ રીલીઝ કરશે. મેળામાં દિવના રહેવાસીઓ ભાગ લઈ શકશે. દિવના મેળાની અપોઈમેન્ટ 20-21 જુલાઈના રોજથી પાસપોર્ટની વેબસાઈટ પરથી મેળવી શકાશે.
નિર્ણય | સૈજપુર વોર્ડમાં પોલ્યુશન દૂર કરવા લાઈનોમાં સુધારા કરાશે
રેલવે | જબલપુર-સોમનાથ 23મીએ કટની સ્ટેશને ઊભી નહીં રહે
આયોજન | અમદાવાદમાં 23 જુલાઈએ પાસપોર્ટ મેળો