તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નૂર્મનાં મકાનોમાં રહેતા રહીશો સુવિધાથી વંચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નૂર્મનાં મકાનોમાં રહેતા રહીશો સુવિધાથી વંચિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરામહાનગર પાલિકા દ્વારા સોમાતળાવ સ્થિત નૂર્મનાં મકાનો સુલેમાની ચાલના વિસ્થાપિતોને ફાળવવામાં આવ્યાં છે. પરંતુ નૂર્મનાં મકાનોમાં પાણી અને વીજળી સહિત પ્રાથમિક સુવિધાઓ હોઇ સુલેમાની ચાલના વિસ્થાપિતો તકલીફોનો સામનો કરી રહ્યા હોવાની રજૂઆત મ્યુ.કમિશનરને કરવામાં આવી છે.

કોર્પોરેટર ગુલામ ફરીદ લાખાજીવાલા અને સામાજિક કાર્યકર શૌકત ઇન્દોરીએ સોમવારે મ્યુ.કમિશનર ડૉ.વિનોદ રાવની મુલાકાત લઇ સુલેમાની ચાલના વિસ્થાપિતોને નૂર્મનાં મકાનોમાં પડતી અગવડો અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, સુલેમાની ચાલ તોડી પાડવાની ઘટનાને 8 સપ્તાહ વીતી ગયાં છે. વસાહતમાં રહેતા 400 પરિવારો પૈકી 232 પરિવારોને સોમા તળાવ પાસેના નૂર્મનાં મકાનો આપવા માટેનો ડ્રો કરાયો છે. જ્યારે હજુ 170 પરિવારોને મકાનોની ફાળવણી કરાઇ નથી. અત્યંત ગરીબ એવા 60 પરિવારો કબ્રસ્તાનમાં અને ફૂટપાથ પર જીવન વ્યતીત કરી રહ્યા છે.

નૂર્મના મકાનોમાં વસવાટ કરવા ગયેલા વિસ્થાપિતોને પીવાનું અને વપરાશનું પાણી , વીજળીની સુવિધા પણ હોઇ રહીશો માટે મકાનોમાં રહેવું મુશ્કેલ થઇ પડ્યું છે. સુલેમાની ચાલના રહીશોનાં 800 બાળકોને શાળામાં પ્રવેશ નહીં મળતાં તેમનું ભાવિ અંધકારમય બન્યું છે.કોર્પોરેટર અને સામાજિક કાર્યકરે મ્યુ.કમિશનરને આવેદનપત્ર આપી નૂર્મનાં મકાનોમાં રહેતા સુલેમાની ચાલના વિસ્થાપિતોની હાલાકી દૂર કરવા જણાવ્યું હતું.

સુલેમાની ચાલના રહીશોને ભારે આપદા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો