તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વિખૂટી પડેલી બે વર્ષની બાળાનું પિતા સાથે મિલન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિખૂટી પડેલી બે વર્ષની બાળાનું પિતા સાથે મિલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદથીભુલથી સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેનમાં બેસી ગયેલા દાહોદના શ્રમજીવી યુવાને વડોદરા રેલવે સ્ટેશન પર પોતાની બે વર્ષની બાળકીને અજાણતા ખોઇ નાંખ્યા બાદ તેની પત્ની ટ્રેનમાંથી ઉતરી ના શકતા પતિથી વિખૂટી પડી ગઇ હતી. જો કે આરપીએફ અને ચાઇલ્ડ લાઇન સંસ્થાએ બે વર્ષની બાળકી ને યુવાન સાથે ભેટો કરાવી લીધો હતો પણ મોડી સાંજ સુધી યુવાનને તેની પત્ની વિશે કોઇ ભાળ મળી શકી હતી.

મૂળ દાહોદ જિલ્લાના મોજરી વડોદર ગામના વતની અને હાલમાં બાજવામાં સેન્ટરીંગનું કામ કરી ગુજરાન ચલાવતા મહેશ હિરાભાઇ નાયક એક માસ પહેલાં વિદ્યાનગરમાં મજૂરી કરતો હતો. મજૂરી કામ પૂરું થતાં અને ખેતીની સિઝન શરૂ થતાં પરિવાર સાથે વતન ગયો હતો. ખેતીનું કામ પૂરું થતાં રવિવારે સંતરોડ રેલવે સ્ટેશનથી આણંદ આવ્યો હતો. બાજવામાં મજૂરી કામ શરૂ કરવાનું હોવાથી શ્રમજીવી દંપતી આણંદ સ્ટેશન ઉપર આવેલી એક ટ્રેનમાં બેસી ગયુ પરંતુ, ટ્રેન એક્સપ્રેસ હોવાથી બાજવા ઉભી રહી હતી. વડોદરાના પ્લેટફોર્મ નંબર-2 ઉપર ટ્રેન ઉભી રહેતા મહેશ બે વર્ષની બાળકીને લઇને નીચે ઉતરી બાળકીને પ્લેટફોર્મ ઉપર બેસેલા એક મુસાફર દંપતિને સોંપી કહ્યું કે, હું મારો સામાન અને પત્ની કાજલને ઉતારીને આવું છું. હું પરત મારી બાળકી પાસે આવ્યો હતો. તેમ જણાવી હું ભરૂચની બીજી ટ્રેનમાં પત્નીને શોધવા નીકળી ગયો. મને એમ હતું કે, પત્ની ભરૂચ સ્ટેશને ઉતરી જશે. પરંતુ, પત્ની ભરૂચ સ્ટેશન ઉપર દેખાતા હું પરત વડોદરા સ્ટેશન આવી ગયો હતો.

દાહોદના શ્રમજીવીની પત્ની હજી પણ ગુમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો