તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાઇપ વડે યુવક પર હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાબકરાવાડીમાં ખુલ્લા મેદાનમાં લઘુ શંકા કરતા યુવક સાથે ઝઘડો કરીને બે શખ્સોએ પાઇપ વડે હુમલો કરતાં યુવકને ઇજા પહોંચી હતી. નવાપુરા પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

નવાપુરા પોલીસમાં દીપેશ ઉર્ફે લાલો મૂકેશ રાજપૂત (રહે, ગજાનંદ ફ્લેટ, વાડી)એ કાનો ચુનારા અને માંજરો નામના બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. દીપેશે પોલીસને જણાવ્યું હતું કે રવિવારે સાંજના 7 કલાકે બંને શખ્સોએ બકરાવાડીમાં ખુલ્લા મેદાનમાં લઘુ શંકા કરવા બાબતે તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને કાના ચુનારાએ ઉશ્કેરાઇ જઇ માથામાં પાઇપનો ફટકો માર્યો હતો. પાઇપ વડે હુમલો થતાં દીપેશને ઇજા પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો