તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગુરુજીના નામે ~6.97 લાખની ઠગાઇ કરનાર બનેવીની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુજીના નામે ~6.97 લાખની ઠગાઇ કરનાર બનેવીની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મકરપુરામાંરહેતા શખ્સ અને તેના પાડોશીને તેની સગી ભાણી અને બનેવીએ ગુરુજી આવતા હોવાનું જણાવીને દાગીના અને રોકડ રકમને ડબ્બામાં મુકાવ્યા બાદ ~6.97 લાખના દાગીના સગેવગે કરી દીધા હોવાની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતાં પોલીસે બનેવીની ધરપકડ કરી હતી. ગુરુજીના નામે મેળવેલા ~6.97 લાખના દાગીના દ્વારા મળેલી રકમનો ઉપયોગ મોજશોખ માટે કરાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મકરપુરા પોલીસ સ્ટેશનમાં નીતિન રમેશચન્દ્ર ચોગલેએ તેના બનેવી કિરણ દત્તાત્રેય વિરગાંવકર તથા કિરણની પુત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. કિરણ અને તેની પુત્રીએ જણાવ્યું હતું કે કિરણની પુત્રીના શરીરમાં ગુરુજી આવતા હોવાથી તથા ભગવાનની અપાર કૃપા હોવાનું જણાવીને તમારા ઘરમાં જેટલા પણ સોનાચાંદીના દાગીના છે તે ધોઇ નાંખો અને અમે કહીએ ત્યાં મૂકી દો. ત્યાર બાદ થોડા દાગીના ગાયબ થયેલા જણાતાં બંનેેએ જણાવ્યું હતું કે ગુરુજીએ જણાવ્યું છે કે બચેલા દાગીના ધોઇને કૂકરમાં મૂકી ઘરના માળિયા પર મૂકી દો. જે ગાયબ થયેલા દાગીના છે તે મૂકી જશે કે આપી જશે. ત્યાર બાદ નીતિનની ભાણી અને બનેવીએ ~ 1,05,000 માંગ્યા હતા અને લાલ કપડામાં વીંટાળી માળિયા પર મૂકી દો. અઠવાડિયા બાદ ફરીથી ~60,000 લાલ કપડામાં બાંધીને મૂકી દેવા જણાવ્યું હતું. સોનાના દાગીના અને રોકડ રકમ 21 દિવસ પછી ત્યાંથી બહાર કાઢવા જણાવાયું હતું કિરણ અને તેની પુત્રી ત્યાર બાદ નીતિનના પાડોશી રમેશ તાંદળેને પણ દાગીના ડબ્બામાં મુકાવ્યા હતા. રમેશ તાંદળેને દત્તબાવનીના પાઠ કરવા જણાવીને પિતાપુત્રીએ ઘરેણાંનો ડબ્બો આપી 48 દિવસ બાદ ખોલવા જણાવ્યું હતું. જો કે ત્યાર બાદ કિરણે તેના સાળા નીતિનને ઘેર જવા દીધો હતો અને ઘરની ચાવી પણ આપતો હતો આથી નીતિનને શંકા ગઇ હતી .

કિરણના પરિવારની પોલીસને ખબર નથી

પોલીસેમામલે કિરણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે પણ કિરણની પુત્રી અને પત્ની ઉપરાંત 12 વર્ષનો પુત્ર રહસ્યમય સંજોગોમાં હજુ પણ ફરાર છે.પોલીસે ભાણીની હજુ ધરપકડ કરી નથી, જ્યારે કિરણની પત્ની અને પુત્ર કયાં છે, તેની જાણકારી પોલીસ પાસે નથી.

ઠગાઇ થકી મળેલી રકમનો ઉપયોગ મોજશોખ કરવા માટે કરાયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો