તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇન્ડિયન યુનિવર્સિટી તરીકે MSUને 13મું સ્થાન મળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડિયન યુનિવર્સિટી તરીકે MSUને 13મું સ્થાન મળ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદેશનીખાનગી એજ્યુકેશન એજન્સીએ એશિયાની 300 યુનિવર્સિટીને આપેલા રેટિંગમાં એમ.એસ.યુનિવર્સિટીને ઇન્ડિયન યુનિવર્સિટી તરીકે 13મું સ્થાન આપ્યું છે. જ્યારે ભારતની વિવિધ ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટીમાં એમ.એસ.યુનિવર્સિટીને 25મું સ્થાન મળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે યુનિ.માં 54 વિદ્યાર્થીઓની સામે માત્ર 8 ટીચિંગ સ્ટાફ છે. ટીચિંગ સ્ટાફમાં અન્ય સ્ટાફનો પણ સમાવેશ થાય છે.

ખાનગી એજ્યુકેશન એજન્સી દ્વારા વર્ષ 2017 માટે જાહેર કરવામાં આવેલા રેટિંગમાં એમ.એસ.યુનિવર્સટીને એશિયાની 300 યુનિવર્સિટીમાં 800 અને તેથી વધુના રેટિંગમાં ઇન્ડિયન યુનિવર્સિટી તરીકે 13મું સ્થાન આપ્યું છે. એટલું નહીં પણ ભારતની વિવિધ ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટીમાં એમ.એસ.યુનિવર્સિટીને 25મું સ્થાન આપતાં યુનિ.ના સત્તાધીશો અને ફેકલ્ટીના અધ્યાપકોમાં ખુશીની લહેર દોડી ગઇ છે. ખાનગી એજ્યુકેશન એજન્સીએ એમ.એસ.યુનિવર્સિટીમાં ભણતાં 37,783 વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને 54 વિદ્યાર્થીઓની સામે માત્ર 8 ટીચિંગ સ્ટાફ, 52 વિદ્યાર્થિની અને 48 વિદ્યાર્થીઓના રેશિયોને ગણતરીમાં લઇને રેટિંગ આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એમ.એસ.યુનિવર્સિટીમાં એકપણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ભણતો હોવાની પણ ચોંકાવનારી માહિતી ખુદ યુનિ.ના સત્તાધીશોએ રિપોર્ટમાં આપી છે. જેને ખાનગી એજ્યુકેશન એજન્સીએ પ્રસિદ્ધ કરી છે.

વિદેશની ખાનગી એજ્યુકેશન એજન્સીનું રેટિંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો