તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બનારસ ઘરાનાનું સંગીત પ્રેમના પ્રતીક સમાન : અનન્યા ઘોષાલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનારસ ઘરાનાનું સંગીત પ્રેમના પ્રતીક સમાન : અનન્યા ઘોષાલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનાવુમન સ્ટડી રિસર્ચ સેન્ટર અને પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓની સમાજમાં ભૂમિકા વિષય પર આયોજિત પરિસંવાદમાં વિવિધ ક્ષેત્રોનાં તજ્જ્ઞોઓએ ભાગ લીધો હતો.

સંગીત ક્ષેત્રે મહિલાઓના પ્રદાન પર રિસર્ચ કરનાર કલકત્તાનાં અનન્યા ઘોષાલે જણાવ્યું હતું કે ગિરજા દેવી સંગીત પ્રત્યે નવી શૈલી આપી હતી. તેમનાં માતાની આધ્યાત્મિક સંગીત ક્ષેત્રે તે આગળ આવે તેવી ઇચ્છા હતી પરંતુ તેમના પિતાએ તેમને જે સંગીતમાં રસ હોય તેમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. કજરીમાં રાધાકૃષ્ણની વાત હોય છે. તેમાં તેમણે કૃષ્ણની નજરે રાધાને જોવાની નવી શૈલી લોકો સમક્ષ રજૂ કરી હતી. ઉપરાંત તેમણે કાલીદાસી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તેમની કલા પણ ખૂબ પ્રસિદ્ધ થયેલી હતી. એક ઘરાનાનાં બે કોમ્પોઝિશન હતાં પરંતુ આવાં લોકો પર વધારે કામ થયું નથી. પોલિશ અમેરિકન સીતાર વાદિકા અમીલિયાએ 1994 થી 2000 સુધીના વર્ષમાં તવાયફની કલા પર રિસર્ચ વર્ક કર્યું હતું. તવાયફોની કલા અને સંગીત વારસો ખૂબ સરસ છે પણ આપણા સમાજમાં તે બહાર આવી શકતો નથી. તવાયફ અને દેહવ્યવસાય બંને અલગ અલગ બાબતો છે. તવાયફોની સંગીતની કલા અલગ પ્રકારની છે જે આગળ લાવવાની જરૂર છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કાલીદાસી ઇન્દિરા ગાંધીના સમયમાં તવાયફોની કોન્ફરન્સ પણ યોજાઈ હતી અને પર્ફોર્મન્સ પણ થયું હતું તેવું જાણવા મળ્યું હતું. જોકે આનો કોઇ ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ નથી જેના પગલે લોકો વાતથી અજાણ છે. તે સમયે પણ તવાયફોના ગીતસંગીતની કદર કરવામાં આવતી હતી.

જાહેરાતોમાં મહિલાઓનું સ્થાન બદલાયું

અગાઉજાહેરાતોમાં મહિલાઓને કેર ટેકર તરીકે બતાવવામાં આવતી હતી. મહિલાઓને પતિ,સંતાનો અને પરિવાર પ્રત્યે સમર્પિત દર્શાવાતી હતી. હાલમાં મહિલાઓને કેરિયર ઓરિએન્ટેડ,કોન્ફિડન્ટ અને સ્વતંત્ર બતાવવામાં આવે છે જે મહિલાઓનું પોતાનું અસ્તિત્વ હોવાનું પ્રદર્શિત કરે છે. ઉપરાંત હાઉસ હોલ્ડ મહિલાઓને ટેક્નોસેવી બતાવવામાં આવે છે જે વિચારો અને એક્શનથી પણ મહિલાઓ મોડર્ન બની છે તે બતાવે છે.

>રીધ્ધી ગુપ્તે , આસી. પ્રોફેસર પોલીટીકલ સાયન્સ

તવાયફોનો કલાનો વારસો પણ બહાર લાવવો જરૂરી છે

પોલિટિકલ સાયન્સ વિભાગ દ્વારા પરિસંવાદ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો