તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સેપ્ટની 5 વિદ્યાર્થિની, 9 વિદ્યાર્થી દારૂની મહેફિલમાંથી પકડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેપ્ટની 5 વિદ્યાર્થિની, 9 વિદ્યાર્થી દારૂની મહેફિલમાંથી પકડાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોર્ટે વિદ્યાર્થીઓના જામીન મંજૂર કર્યા હતા. શ્યામ સહજ એપાર્ટમેન્ટના 5 મા માળે આવેલા ફ્લેટમાં છોકરા - છોકરીઓ દારૂની મહેફિલ કરી રહ્યાનો ગુરુવારે રાતે 12.46 વાગ્યે સ્થાનિક રહીશે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. સેટેલાઈટ પીઆઈ એમ.યુ.મસી સ્ટાફ સાથે પહોંચ્યા હતા અને જોયું તો ફ્લેટના રૂમમાં કુંડાળું વળીને છોકરા- છોકરીઓ દારૂ પીતા હતા.

બધા સેપ્ટમાં પહેલા-બીજા અને ચોથા સેમેસ્ટરના હતા. જ્યારે વડોદરાની એક વિદ્યાર્થિનીની ફેરવેલ યોજવામાં આવી હતી. જેમાં તેની એક બહેનપણીએ બુટલેગર પાસેથી દારૂ મંગાવ્યો હતો. પોલીસને જાણવા મળ્યું હતુ કે વડોદરાની યુવતી એનઆરઆઈ માતા-પિતાના દીકરા સાથે ફ્લેટમાં રહેતી હતી. જ્યારે અન્ય છોકરા - છોકરીઓ અમદાવાદમાં રહેતા હતા. તેમને 16 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હાત.

ગલ્લે બાયટિંગ લેવા ગયા અને ભાંડો ફૂટ્યો હતો

મહેફિલમાટે લોકો શ્યામ સહજ એપાર્ટમેન્ટની સામે આવે પાન પાર્લરમાંથી ગ્લાસ, પાણીની બોટલ, સોડાની બોટલ તેમજ બાયટિંગ માટે નમકીનના પડીકા લીધા હતા. સમયે સોસાયટીના કેટલાક લોકો પાર્લર ઉપર હાજર હોવાથી તેમને પાર્ટીનો અણસાર આવી ગયો હતો.

દારૂકોણ આપી ગયું તેની પણ તપાસ કરાશે

^જેછોકરીએ દારૂ મંગાવ્યો તેણે એવું કહ્યું તેના કાકાની પરમિટ પર ધરાવતા દારૂ લાવ્યા છીએ. ત્યારબાદ એવું કહ્યું, બુટલેગર દારૂ આપી ગયો. યુવતી ગોળ - ગોળ વાતો કરી રહી હોવાથી ખરેખર દારૂ ક્યાંથી લાવ્યા તેની તપાસ કરીશુ. > જી.એન.વાઘેલા,PSIસેટેલાઈટ પોલીસ સ્ટેશન

રાત્રે 1 વાગ્યે રેડ પડી, કુંડાળું કરી દારૂ પીતા હતા

સેટેલાઈટમાં બહેનપણીની ફેરવેલ પાર્ટી રાખી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો