તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દંડી સ્વામી શહેરમાં ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડી સ્વામી શહેરમાં ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટના ડૉ.ગાર્ગી પંડિતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જગતજનની ર્માં ત્રિપુરસુંદરીની અનુકંપાથી વડોદરાને દ્વારિકા શારદાપીઠના દંડી સ્વામી પૂ.સદાનંદ સરસ્વતીજી મહારાજના 2011 માં યોજાયેલા ચાર્તુમાસ અનુષ્ઠાનના 5 વર્ષ બાદ ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાનનો લ્હાવો મળશે. પૂ.દંડી સ્વામીના દિવ્ય સાંનિધ્યમાં તા.28 માર્ચથી તા.5 એપ્રિલ સુધી શિવોહમ્, ગોત્રી-સેવાસી રોડ ખાતે ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન યોજાશે.

ડૉ.ગાર્ગી પંડિતે વધુમાં ઉમેર્યું હતું કે, સનાતન વૈદિક ધર્મ થકી વિશ્વકલ્યાણ થાય તે માટે પાખંડ ધર્મને નિર્મૂળ કરવો આવશ્યક છે. વર્તમાન સમયમાં જ્યારે અચ્યુતાનંદ, અધોક્ષાનંદ જેવા પાખંડીઓ પદલાલસા અને કીર્તિના લોભે શંકરાચાર્યનો ચોલો ધારણ કરી દેશમાં ઘૂમે છે ત્યારે આવા પાખંડમત ખંડન કરવા અને ધર્મધ્વજ ફરકાવવા સ્વામી સદાનંદજીનું સંસ્કારી નગરીમાં ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન હેતુ આગમન થઇ રહ્યું છે. જે શહેર માટે ગૌરવ અને આશીર્વાદરૂપ છે. દંડી સ્વામીના વડોદરામાં ચૈત્રી અનુષ્ઠાન દરમિયાન રોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી ‘ભારતીય સંસ્કૃતિના પરમ આદર્શ ભગવાન શ્રીરામ વિષય પર તેમનું પ્રવચન યોજાશે.

પૂ.ચંદ્રશેખરના ત્રણ પુસ્તકોનું લોકાર્પણ થશે

પૂ.દંડી સ્વામીના વડોદરામાં રોકાણ દરમિયાન રવિવાર તા.2 જી એપ્રિલે બ્રહ્મલીન પૂ.ગુરુદેવ ચંદ્રશેખર પંડિતજી મહારાજના ત્રણ પુસ્તકોનું પૂ.દંડી સ્વામીના હસ્તે લોકાર્પણ કરાશે. જે અંતર્ગત (1) ચતુ:શ્લોકી ભાગવત (2)માંસાહાર મીમાંસા અને (3) કરુણાસિંધુ શ્રીરામનું લોકાર્પણ થશે.

પૂ.દંડી સ્વામીનો અનુષ્ઠાન કાર્યક્રમ

{તા.27 માર્ચ પૂ.દંડી સ્વામીનું વડોદરામાં આગમન

{ તા.28 માર્ચથી તા.4 એપ્રિલ નવરાત્રિ

{ નવરાત્રિ દરમિયાન સવારે 9 થી બપોરે 12 વાગ્ય સુધી પૂજન-દર્શન

{ સાંજે 5 થી 7 વાગ્યા સુધી સત્સંગ-પ્રવચન

{ સાંજે 7 થી 9 વાગ્યા સુધી પધરામણી-પાદુકા પૂજન

28 માર્ચથી 5 એપ્રિલ સુધી દ્વારિકા શારદાપીઠના સ્વામી વડોદરામાં

પૂ.બ્રહ્મલીન ચંદ્રશેખર પંડિતજીની સ્મૃતિ નિમિત્તે કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો