તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 301 ગ્રામ પંચાયતોની તા.8 એપ્રિલે ચૂંટણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

301 ગ્રામ પંચાયતોની તા.8 એપ્રિલે ચૂંટણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યચૂંટણી પંચ દ્વારા આગામી તા.8 એપ્રિલે રાજ્યની 1828 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની જાહેરાત કરાઇ છે. જે અંતર્ગત વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ અને નર્મદા મળી 7 જિલ્લાની કુલ-301 ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીનું જાહેરનામું આવતીકાલે તા.18 માર્ચના રોજ પ્રસિદ્ધ થતાં ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે.

ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાયા બાદ રાજ્ય ચૂંટણી પંચે બીજા તબક્કામાં રાજ્યની કુલ 1828 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત વડોદરા જિલ્લાની 57, છોટાઉદેપુર જિલ્લાની 32, મહીસાગર જિલ્લામાં 16, પંચમહાલ જિલ્લામાં 53, દાહોદ જિલ્લામાં 93, ભરૂચ જિલ્લામાં 27 અને નર્મદા જિલ્લાની 23 મળી કુલ-301 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે.

રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે શનિવાર તા.18 માર્ચે રાજ્યમાં 1828 ગ્રામ પંચાયતો અને 16,082 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો