તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 ટકા મોંઘવારી ભથ્થું આપવા રેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2ટકા મોંઘવારી ભથ્થું આપવાના મુદ્દે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આગામી તા.4 એપ્રિલે વડોદરામાં કર્મચારીઓની મહારેલી યોજવાની જાહેરાત કરાઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારીના ભાવાંકને ધ્યાને લઇ જુલાઇ-2016થી બે ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે. ઉપરાંત જાન્યુઆરી-2017થી પણ બે ટકા મોંઘવારીમાં વધારો કરાયો છે. આમ, 4 ટકા મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રના કર્મચારીઓને આપવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા 2 ટકા મોંઘવારી ભથ્થું આપવાના મુદ્દે નકારાત્મક વલણ અપનાવાઇ રહ્યું છે. જેથી કર્મયોગી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ફરજ પડી છે. તેમ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના વડોદરા યુનિટના પ્રમુખ ગોપાલ પંડ્યાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો