તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભાજપની સ્કૂટર રેલી, વિજયોત્સવ મનાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની સ્કૂટર રેલી, વિજયોત્સવ મનાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંદેશનાં 5 રાજ્યોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 4 રાજ્યોમાં સરકાર રચી જબરદસ્ત સફળતા મેળવી છે. ભાજપના વિજયને ‌વધાવવા માટે પ્રદેશ મોવડીઓ દ્વારા આવતીકાલે શનિવારે રાજ્યભરમાં વિજયોત્સવ મનાવવાનું એલાન કરાયું હોઇ જેના ભાગરૂપે વડોદરા શહેર-જિલ્લામાં વોર્ડ દીઠ તેમજ તાલુકા પંચાયતની બેઠકો ખાતે વિજયોત્સવનું આયોજન કરાયું છે.

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પાંચ પૈકી ચાર રાજ્યોમાં ભાજપને મળેલી ફતેહને વધાવવા માટે રાજ્યભરમાં શનિવારે વિજયોત્સવ મનાવવાની જાહેરાત કરાઇ છે. ભાજપના રાજ્યસ્તરીય કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેરના તમામ વોર્ડમાં તેમજ જિલ્લામાં જિલ્લા પંચાાયતની 36 બેઠકો હેઠળ આવતી તાલુકા પંચાયતની 173 બેઠકો ખાતે સ્કૂટર રેલી યોજીને તેમજ દારૂખાનું ફોડી વિજયોત્સવ મનાવાશે.

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમાએ જણાવ્યું હતું કે, શનિવારે તા.પં.ની 173 બેઠકો ખાતે દિવસ દરમિયાન વિજયોત્સવના કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત સ્કૂટર રેલી, દારૂખાનું ફોડી વિજયોત્સવ મનાવવો તેમજ ભાજપના વિજયની ખુશીમાં મીઠાઇ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. ભાજપ દ્વારા ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીલક્ષી વાતાવરણ જમાવવાના ભાગરૂપે શનિવારે યોજાનાર વિજયોત્સવના કાર્યક્રમને લઇ રાજકીય ગરમાવો વ્યાપ્યો છે.

દારૂખાનું ફોડીને મીઠાઇનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો