• Gujarati News
  • National
  • અનઅધિકૃત રીતે રેલવેની ઇ ટિકિટ વેચતાં બે ઝડપાયા

અનઅધિકૃત રીતે રેલવેની ઇ-ટિકિટ વેચતાં બે ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરપીએફ ક્રાઇમ બ્રાન્ચે શહેરના ગોત્રી હરિનગર ખાતે આવેલી શોપમાં દરોડો પાડી અનઅધિકૃત રીતે રેલવેની ઇ-ટિકીટ વેચતાં બે શખ્સને ઝડપી લીધા હતા.

હરિનગર ખાતે આવેલી સાયબર હટ નામની દુકાન ધરાવતો નરેશ તારાચંદ ભંભાણી (રહે, ગંગોત્રી રેસીડેન્સી, યશ કોમ્પલેક્ષ પાસે) તેની દુકાનમાં અનઅધિકૃત રીતે રેલવેની ઇ-ટિકીટ વેચતો હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડી તેની પાસેથી 15 ટિકીટ તથા 10 આઉટ ડેટેડ ટિકીટ તથા લેપટોપ સહિતની સામગ્રી ઝડપી પાડી હતી. પોલીસે તેના સાથીદાર તૌસિફ ખલીલ શેખ (રહે, સંતોષનગર,તાંદલજા)ને પણ ઝડપી લીધો હતો. આરપીએફ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે નરેશ અને તેના પુત્ર કુણાલ સામે ભુતકાળમાં પણ બે કેસ નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...