• Gujarati News
  • National
  • રૂા. 6 લાખની લૂટમાં એક્સ આર્મી મેન સહિત 3 આરોપી જેલભેગા

રૂા. 6 લાખની લૂટમાં એક્સ આર્મી મેન સહિત 3 આરોપી જેલભેગા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુક્તાનંદ સર્કલ પાસે કસ્ટોડિયન પાસેથી રૂ. 6 લાખની લૂંટ ચલાવનાર એક્સ આર્મી જવાન નરેશ રાવતે દેવું ચૂકવવા માટે રૂપિયા તેની માતાને આપ્યા હતા. જેમાંથી રૂ. 60 હજાર તેની માતાએ પોલીસને પરત કર્યા હતા. જ્યારે મધ્યપ્રદેશના મોનુ પાસેથી વધુ એક લાખ રૂપિયા પોલીસે રિકવર કર્યા હતા. લૂંટને અંજામ આપનાર ત્રણેય શખ્સોના ગુરુવારે રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં નામદારે કોર્ટે લૂંટારુ ટોળકીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. રૂ. 6 લાખની લૂંટને અંજામ આપનાર શખ્સો પાસેથી પોલીસે કુલ રૂ. 3.88 લાખની રિકવરી કરી હતી.

પત્નીથી છુટકારો મેળવવા માટે રૂપિયાની જરૂર હોવાથી એક્સ આર્મી મેન નરેશ રાવતે લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટ કર્યા બાદ ઘરે પહોંચેલા નરેશે આર્મીમાંથી નિવૃત્ત થયો તેના રૂપિયા આવ્યા છે કહી દેવું ચૂકવવા માટે રૂપિયા તેની માતાને આપી દીધા હતા. જોકે પોલીસે લૂંટને અંજામ આપનાર નરેશ રાવત મધ્યપ્રદેશના આશિષ મુન્નાભાઇ બેન ઉર્ફે મોર્ય અને નંદકિશોર ઉર્ફે મોનુ શંકરલાલ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેયના 6 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસમાં કુલ રૂ. 3.88 લાખ રિકવર કર્યા હતા. જેમાંથી રૂ. 60 હજાર નરેશની માતાએ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા હતા. જ્યારે બાકીની રકમ મોનુ અને આશિષ પાસેથી પોલીસે રિકવર કરી હતી.

લૂંટના રૂપિયાથી ત્રણેય શખ્સોએ પોતાનું નાનુંમોટું દેવું ચૂકતે કર્યું હતું. તેમજ અનાજ કરિયાણાની ઘર માટે ખરીદી કરી હતી. જ્યારે મોનુએ તેના ભાઇના પુત્ર માટે લૂટના રૂપિયામાંથી નોટબુકો અને ચોપડાની ખરીદી કરી હતી. ગુરુવારે ત્રણેય શખ્સોના રિમાન્ડ પૂર્ણ થતાં કારેલીબાગ પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં નામદાર કોર્ટે ત્રણેય શખ્સોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...