• Gujarati News
  • National
  • ધો. 6ના વિદ્યાર્થીની સહપાઠીને જાનથી મારી નાખવાની ધમકી

ધો. 6ના વિદ્યાર્થીની સહપાઠીને જાનથી મારી નાખવાની ધમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થી દ્વારા જ સાથી વિદ્યાર્થીની ઘાતકી હત્યાના ચકચારી બનાવ બાદ શહેરની વીઆઇપી રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં ધોરણ 6માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તેના જ કલાસમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.

જાણવા મળતી વિગતો અનુસાર રીશેષ બાદ કલાસમાં એક વિદ્યાર્થીને ધક્કો વાગ્યો હતો જેથી ધક્કો મારનાર વિદ્યાર્થીને તેણે ટકોર કરતા તે વિદ્યાર્થી દ્વારા દાદગીરી કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં વિદ્યાર્થીએ તેના વાલીને જાણ કરતા આચાર્યને રજૂઆત કરાઇ હતી.

શાળા સંચાલકો દ્વારા જે વિદ્યાર્થીએ ધમકી આપી હતી તેના વાલીઓને બોલાવીને તથા વિદ્યાર્થીનું પણ કાઉન્સેલિંગ કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડયો હતો. શાળાના આચાર્યને પૂછતા તેમણે આ મુદે કોઇ પણ વાત કરવી નથી તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...