• Gujarati News
  • National
  • ઓવરલોડેડ રેતી ભરેલા 6 ડમ્પરો ઝડપાયા

ઓવરલોડેડ રેતી ભરેલા 6 ડમ્પરો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેતી સહિત ખનીજની ચોરી કરતા વાહનો સામે ખાણ-ખનીજ વિભાગ અવાર-નવાર કાર્યવાહી કરતી હોય છે. ત્યારે છેલ્લા બે દિવસમાં ખાણ-ખનીજ વિભાગે રેતી ભરેલા ઓવરલોડેડ 6 ડમ્પરોને પોર રોડ, કરજણ અને નારેશ્વર પાલેજ રોડ પરથી ઝડપી લીધા હતા.

આ તમામ વાહનોને કબજે લઈ તેમના માલિકો પાસેથી કુલ રૂ.11.17 લાખનો દંડ વસુલવામાં આ‌વશે. ખાણ-ખનીજ વિભાગના જણાવ્યા અનુસાર, પોર રોડ પરથી પકડાયેલ ડમ્પરમાં 20.800 મેટ્રીક ટન, કરજણ ખાતેથી ઝડપાયેલ ડમ્પરમાંથી 9.565 મેટ્રીક ટન, અને નારેશ્વર પાલેજ રોડ પરથી ઝડપાયેલ ચાર ડમ્પરમાંથી અનુક્રમે 20.760, 13.405, 19.020 અને 19.935 મેટ્રીક ટન વધારે રેતી ઝડપાઈ હતી. ઉલ્લેખનિય છે કે, ખાણ-ખનીજ વિભાગે સાવલી તાલુકાના પોઈચામાંથી થોડા સમય પહેલા જ 23,333 મેટ્રિક ટન રેતીના ઢગલા પકડ્યાં હતાં. જે રેતીની હરાજી પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...