• Gujarati News
  • National
  • સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને મળશે ઇન્ટર્નશિપ અને ફેલોશિપની તક

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને મળશે ઇન્ટર્નશિપ અને ફેલોશિપની તક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિયન મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ યુવાનો માટે એક સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ફેલોશિપ અને ઇન્ટરશિપ માટે તક આપી રહી છે. જે માટે સોમવારે સ્માર્ટ સીટી અને અમૃત મિશન સાથે જોડાયેલ ચાર નવા અભિયાનનો આરંભ કરશે. સરકાર દ્વારા શહેરી વિકાસના ક્ષેત્રમાં યુવાન પ્રતિભાને વધુ તક આપવા માટે પહેલ કરવામાં આવી છે. ફેલોશિપ અને ઇન્ટર્નશિપમાં આઈઆઈટી સહીત દેશની બધી જ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને ભાગ લેવાની તક મળશે. ફેલોશિપ પ્રોગ્રામમાં મિનિસ્ટ્રી 30 યુવાન ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી હોલ્ડર્સને અર્બન પ્લાનિંગ અને ડિઝાઇનિંગ, ઇન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, અર્બન મોબિલિટી, ફાઇનાન્સ, સોશ્યલ સેક્ટર અને પર્યાવરણ લક્ષી સમસ્યા પર કાબુ લેવા માટે કામ કરવાની તક આપશે. ફેલોશિપ વિદ્યાર્થીઓને એકથી ત્રણ વર્ષ સુધી મળશે. અને ઇન્ટર્નશિપ પ્રોગ્રામ માટે અંડરગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આવેદન પત્ર ભરી શકશે. ઇન્ટર્નશિપ 6થી 12 અઠવાડિયા સુધીની હશે. આવેદન પત્ર ભરનારને સ્માર્ટ સિટી પરિયોજનાના નિયામક અને સીઈઓ સાથે કામ કરવાની તક મળશે. જે માટે 31 ઓગસ્ટ સુધી મંત્રાલયના સ્માર્ટ નેટ પોર્ટલ https://smartnet.niua.org પર આવેદન કરી ઇન્ટર્નશીપ અને ફેલોશીપ પ્રાપ્ત કરી શકાશે.

Smart Internship

અન્ય સમાચારો પણ છે...