• Gujarati News
  • National
  • રેઇન ચેઇન અને સોસર સરળતાથી ઓછા ખર્ચે વરસાદી પાણી સંગ્રહે છે

રેઇન ચેઇન અને સોસર સરળતાથી ઓછા ખર્ચે વરસાદી પાણી સંગ્રહે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમૃત કળશ મહોત્સવ અંતર્ગત પાણી બચાવોના સેમિનારનું આયોજન શ્રેયસ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. 300 કરતા વધુ બાળકોએ સેમિનારમાં ભાગ લીધો હતો અને પાણી બચાવોની શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે અમૃત કળશ મહોત્સવ અંતર્ગત શહેરના વિવિધ સ્થળોએ લોકોમાં પાણીના મહત્વને સમજાવી પાણી અંગેની જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે. જેમાં સેમિનારનું આયોજન કરવામાં આવે છે. અત્યારસુધીમાં કુલ 3,200 બાળકો પાણી બચાવોના શપથ લઇ ચુક્યા છે. ઉપરાંત સેમિનારમાં ઘરમાં સરળતાથી વોટર હાર્વેસ્ટિંગ કઇ રીતે થઇ શકે તેના વિવિધ ઉપાયો આટલા બાળકોને જણાવવામાં આવ્યા છે. શપથ બાદ વિદ્યાર્થીઓએ રેઇન વોટર હાર્વેસ્ટિંગની રીત જાણી હતી.

શહેરની શ્રેયસ સ્કૂલ ખાતે અમૃત કળશ મહોત્સવ અંતર્ગત પાણી બચાવવાના શપથ લઇ માહિતી લીધી હતી.

રેઇન સોસર / રેઇન સોસરમાં બે ઉંધી છત્રી જેવા પાત્રને વચ્ચેથી એક પાઇપ સાથે જોડવામાં આ‌વે છે, પાઇપની નીચે બેરલ સાથે જોડવામાં આવે છે. આકાશમાંથી સીધુ પાણી પાત્રમાં એકત્રિત થાય છે. પાણીનું એક ટીપું પણ વ્યય થતું નથી.

રેઇન ચેઇન
રેઇન ચેઇનમાં રીંગની સાંકળ બનાવવામાં આવે છે. ચેઇનને ઘરની છતથી રેઇન બેરલ સુધી લઇ જવામાં આવે છે. આ પદ્ધતિમાં રેઇન સાંકળની મદદથી પાણીને જ્યા લઇ જવું હોઇ ત્યાં લઇ જઇ શકાય છે અને જરૂરીયાત મુજબ ઉપયોગ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...