તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માણેજાની કંપનીમાંથી 3 વાલ્વ ચોરનાર ઝડપાયો

માણેજાની કંપનીમાંથી 3 વાલ્વ ચોરનાર ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના માણેજા વિસ્તારની ખાનગી કંપનીમાંથી ત્રણ વાલ્વની ચોરી કરનારા શખ્સને મકરપુરા પોલીસે ઝડપી લીધો હતો.

મકરપુરા પીઆઇ એ.એ.વછેટા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મકરપુરાના જીજી માતાના મંદિર પાસે ખભા પર વજનદાર વસ્તુ સાથે શંકાસ્પદ હાલતમાં પસાર થઇ રહેલા શખ્સને બાતમીના આધારે ઝડપી લીધો હતો.

પોલીસે તેની તલાશી લેતાં 20 કિલો વજનના ત્રણ પિત્તળના વાલ્વ મળી આવ્યા હતા. પોલીસે વાલ્વ સાથે પકડાયેલા સુનિલ ઉર્ફે ગુડ્ડુ પ્રેમજી ચૌહાણ (રહે, મારેઠા)ની પૂછપરછ કરતાં તેણે માણેજાની ખાનગી કંપનીમાંથી વાલ્વની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. કંપનીમાં કોઇ તસ્કરે વાલ્વની ચોરી કરી હોવા બાબતે રુચિત મહેશ તલાટીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે સુનિલ ચૌહાણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...